આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મળેલા 21 લાખ રૂપિયાનું યુવીએ શું કર્યું?: યુવરાજની 15 રોચક કહાનીનો ભાગ-2

યુવરાજ નાનપણમાં પોતાના પિતાને પસંદ નહોતો કરતો

ડાબા હાથનો ખેલાડી અને કેન્સની જંગ પણ જીતનારો યુવરાજ સિંહ ક્રિકેટની આ દુનિયામાં આવવા માગતો નહોતો. વાત તો ત્યાં સુધીની છે કે યુવરાજને ક્રિકેટથી કોઈ પ્રેમ હતો નહીં. જ્યારે તેમના પિતા યોગરાજ સિંહ ઘરેલુ ક્રિકેટમાં મોટું નામ ધરાવતા હતા. તેમના પિતા ઈન્ડિયા માટે કેટલીક મેચ પણ રમ્યા હતા. તો યુવરાજને ક્રિકેટ એટલા માટે પસંદ નહોતું કારણ કે, તાપમાં રમવું અને પરશેવામાં રમત પસંદ નહોતી. યુવરાજને તો સ્કેટિંગથી વધારે લગાવ હતો. સ્કેટિંગની અંડર-14ની કેટેગરીમાં યુવીને ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. પણ જ્યારે યુવરાજ સ્કેટિંગમાં મળેલા ગોલ્ડ મેડલ સાથે પોતાના પિતા પાસે પહોંચ્યો તો તેમણે ગોલ્ડ મેડલ ફેંકી દીધો હતો. સાથે યુવરાજને સખત રીતે સૂચના અપાઈ કે તેને માત્ર ક્રિકેટમાં ધ્યાન આપવાનું રહેશે. પિતાના ગુસ્સાના કારણે જ યુવરાજ નાનપણમાં પોતાના પિતાને ઓછા પસંદ કરતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

યુવરાજે પોતાની ટ્રેનિંગના ચોથા દિવસે કહ્યું કે, મારે પંજાબ પાછું જવું છે

READ  9 વર્ષ પહેલા યુવી ક્યાં અને શા માટે હિબકે-હિબકે રડ્યો હતો, યુવરાજની 15 રોચક કહાનીનો ભાગ-1

યુવરાજ સિંહ વેંગસરકર એકેડેમીમાં પ્રોફેશનલ ક્રિકેટના પાઠ શીખવા માટે પંજાબના ઓછા ભીડવાળા વિસ્તારમાંથી નિકળીને મુંબઈ પહોંચી તો ગયો પરંતુ થોડા દિવસમાં ફરી પંજાબ જવાની જીદ શરૂ કરી દીધી હતી. વાત એવી છે કે, વેંગસરકર એકેડેમી મુંબઈના ટાઉન વિસ્તારમાં હતી અને યુવરાજના રહેવાની વ્યવસ્થા અંધેરીમાં હતી. તો યુવરાજને અંધેરીથી ટાઉન આવવા માટે ટ્રેનમાં સફર કરવો પડતો હતો. અને ટ્રેનમાં યુવીના પરશેવા છૂટી જતાં હતા. એકેડેમીમાં જોડાયાના ચોથા દિવસે જ યુવરાજે દિલીપ વેંગસરકરને કહ્યું કે, અંકલ મારે ફરી પંજાબ ઘરે જવું છે. દિલીપ વેંગસરકરે પૂછ્યું કે શા માટે તું પંજાબ જવા માગે છે.

આ પણ વાંચોઃ 9 વર્ષ પહેલા યુવી ક્યાં અને શા માટે હિબકે-હિબકે રડ્યો હતો, યુવરાજની 15 રોચક કહાનીનો ભાગ-1

તો જવાબ આપતા યુવી એ કહ્યું કે અંધેરીથી ટાઉન આવવા માટે તેને 4 જેટલી ટ્રેન બદલવી પડે છે. અને ટ્રેનમાં લોકો તેને ચડવા પણ નથી દેતા, આ કારણે મને ઘણી મુશ્કેલી પણ પડી રહી છે. વાત સાંભળીને કોચ દિલીપ કંઈ બોલે તે પહેલા પાસે ઉભેલા રમેશ પોવારે કહ્યું કે, યુવી તું એક કામ કરવાનું શરૂ કરી દે, જ્યારે ટ્રેન આવે તો તું લોકોની વચ્ચે ઉભો રહી જા, લોકો તને આપમેળે ટ્રેનમાં ચડાવી દેશે, અને તુ તરત ખોપચામાં ઘૂસી જજે. આ સાંભળીને યુવરાજે પૂછ્યું કે આ ખોપચો શું હોઈ છે. આ વાતથી બધા લોકો ખૂબ હસવા લાગ્યા, બીજા દિવસે યુવરાજ મેદાન પર આવ્યો તો બધાએ જાણ્યું કે આવવામાં કોઈ તકલીફ પડી. જવાબમાં યુવીએ જણાવ્યું કે, મેં રમેશની યુક્તીનો ઉપયોગ કર્યો હતો. પણ સામેથી નીચે ઉતરનારા લોકોએ મને ફરી ટ્રેનમાંથી નીચે ઉતારી દીધો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CAનું ભણેલી ધ્વનિ શાહ લેશે દીક્ષા, મોડાસામાં નીકળી વર્સીદાન શોભાયાત્રા

યુવરાજે પંજાબી ફિલ્મો સાથે બોલિવૂડમાં પણ વોઈસ આર્ટીસ્ટ તરીકે જમ્બો ફિલ્મમાં કામ કર્યું છે

યુવરાજે નાનપણમાં પંજાબી ફિલ્મમાં બાળ કલાકાર તરીકે ભૂમિકા અદા કરી છે. તો યુવરાજ જવાનીમાં પણ ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા હતા. એનિમેટેડ ફિલ્મ જમ્બોમાં પણ યુવરાજે પોતાનો અવાજ આપ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

 

યુવરાજે ડાબા હાથ પર રોમન આંકડાઓમાં XIIનું ટેટૂ ચિત્રાવ્યું છે

ટીમ ઈન્ડીયામાં યુવરાજ સિંહ હંમેશા ટ્રેન્ડ સેન્ટરમાં રહ્યો છે. ક્રિકેટના મેદાન પર ટ્રેન્ડ બનાવનારા યુવરાજે જાહેર જીવનમાં પણ લાઈફ સ્ટાઈલને પોતાનો લઈને ટ્રેન્ડ બનાવ્યો છે. આજના સમયમાં કોહલી, ઉમેશ યાદવ, રાયડૂ, ધવનના બોડી પર ટેટૂ જોવા મળશે. પરંતુ આ શરૂઆત કરનારા લોકોમાં યુવરાજનું નામ લેવામાં આવે છે. યુવીએ રોમન શબ્દોમાં પોતાના બાઈસેપ પર XIIનું ટેટૂ ચિત્રાવ્યું છે.

સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય મેચમાંથી મળેલા 21 લાખ રૂપિયાનું યુવરાજે શું કર્યું, જાણો

યુવરાજ સિંહે 10 જૂન 2019ના દિવસે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. પરંતુ તે ક્રિકેટરોમાં અમીર ખેલાડીઓમાં પણ માનવામાં આવે છે. યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વખત કદમ રાખ્યો તો તેને 21 લાખનો ચેક મળ્યો. અને આ રૂપિયાથી જ યુવરાજે પોતાની માતાને ઘર ખરીદી આપ્યું હતું.

FB Comments