દિવાળી પર મહેમાનોને શું ગિફ્ટ આપશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી તેની વાત!

પર્યાવરણીય સંરક્ષણની દ્રષ્ટિએ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે નરેન્દ્ર મોદીએ 73 માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા પરથી અપીલ કરી. તેમણે કહ્યું કે શું આપણે પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકીએ? આ વિચારના અમલીકરણનો સમય આવી ગયો છે. આ દિશામાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે મહત્વપૂર્ણ પગલા ભરો અને તમારી આસપાસના વાતાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો પ્રયાસ કરો. આ સંદર્ભે વેપારીઓને અપીલ કરતાં જણાવ્યું કે તેઓ તેમની દુકાન પર બોર્ડ લગાવે કે, અમારી પાસે પ્લાસ્ટિકની થેલીની અપેક્ષા ન રાખે, તમે ઘરેથી જ કપડાનો થેલો સાથે લઈને આવો. જો તમે કપડાનો થેલો નહીં લાવો તો અમે કપડાનો થેલો પણ વેચીશું.

READ  કોંગ્રેસે આઠમી યાદી કરી જાહેર, એક સાથે ચાર પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેલ્યો 'માસ્ટર સ્ટ્રોક'

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, દિવાળી પર લોકો મહેમાનોને અલગ-અલગ પ્રકારની ગિફ્ટ આપતા હોય છે, પરંતુ આ દિવાળી પર લોકો ગિફ્ટમાં કપડાનો કે જ્યુટનો થેલો આપે જેથી દેશ પ્લાસ્ટિક મુક્ત બની શકે. આ ઉપરાંત કંપનીઓ પણ દિવાળી પર ડાયરી કે કેલેન્ડરના બદલે થેલા આપે જેથી લોકો તેને લઈને નિકળશે તો તેની કંપનીની પણ જાહેરાત થશે. ગિફ્ટમાં થેલો આપવાથી ખેડૂતોને પણ ફાયદો થશે. વડાપ્રધાને લોકોને અપીલ કરી કે પ્લાસ્ટિકની થેલીઓ વિરુદ્ધના અભિયાનમાં સક્રિય ભાગ લે.

READ  કોરોના વાઈરસને લઈને કોઈપણ જાણકારી મેળવવા માટે ડાયલ કરો આ નંબર, સરકારે શરૂ કરી હેલ્પલાઈન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments