મહારાષ્ટ્રમાં ક્યારે શું થયું અને ભાજપે સરકાર બનાવવાની પહેલ ક્યારે શરૂ કરી?

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોના 29 દિવસ બાદ આખરે સરકાર બનાવવામાં આવી. આજે સવારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદના શપથ લીધા. મોટી વાત એ છે કે એનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવારે પણ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ક્યારે શું થયું અને ભાજપે સરકાર બનાવવાની પહેલ ક્યારે શરૂ કરી?

9:30 PM – દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો કરવા માટે પહોંચ્યા હતા. ફડણવીસે 173 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. આ દાવામાં દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના 54 ધારાસભ્યો અને 14 અપક્ષો અને અન્ય ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો.

READ  આજનું રાશિફળ: આજનો સમગ્ર દિવસ આ રાશિના જાતકો માટે શુભફળદાયક નીવડશે

12:00 PM – એનસીપી વિધાનસભા પક્ષના નેતા અજિત પવાર રાજ્યપાલ પાસે NCP ના 54 ધારાસભ્યોની સહી સાથેની સૂચિ સાથે પહોંચ્યા. અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને ટેકો આપવાનો પત્ર રાજ્યપાલને આપ્યો હતો. એનસીપીનો લેટર મળ્યા પછી રાજ્યપાલને ખાતરી થઈ કે સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસ પાસે બહુમતી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

12:30 PM – રાજ્યપાલે રાજ્યમાં લોકશાહી સરકારની રચના માટેનો માર્ગ સાફ કરવા રાષ્ટ્રપતિ શાસનને હટાવવાનો નિર્ણય કર્યો અને રાજ્યમાં ગઠબંધન સરકારની રચનાની સ્થિતિની કેન્દ્રને જાણ કરતા રાષ્ટ્રપતિ શાસનને દૂર કરવાની ભલામણ મોકલી.

READ  ક્રિકેટના ઈતિહાસની દુર્લભ ઘટના તમામ બેટ્સમેન '0' રન પર આઉટ

5:30 AM – રાજ્યપાલને સવારે 5:30 ની આસપાસ રાજ્યમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને હટાવવાની માહિતી આપવામાં આવી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

6:00 AM – રાજ્યપાલે સવારે 6:00 વાગ્યે દેવેન્દ્ર ફડણવીસ સરકારને શપથ લેવાનો નિર્ણય કર્યો.

6:30 AM – રાજ્યપાલને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે અજીત પવારના શપથ લેવાની અરજી મોકલવામાં આવી હતી. સવારે શપથ ગ્રહણ સમારોહ યોજવા પણ આવેદનપત્રમાં અનુરોધ કરાયો હતો.

READ  ગૃહ પ્રધાન તરીકે અમિત શાહ પ્રથમ વખત કાશ્મીરની મુલાકાતે, અમરનાથ યાત્રા સહિત ખાસ મુદ્દે કરશે ચર્ચા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

08:07 AM – રાજ્યપાલે ભાજપ દ્વારા શપથ લેવાની અરજી પ્રાપ્ત થયા પછી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા.

 

What a Relief! No positive case of Covid 19 in rural areas of Ahmedabad

FB Comments