નવવધુને 10 ગ્રામ સોનું મફતમાં આપશે ભાજપ સરકાર, 1 જાન્યુઆરી 2020થી આ સ્કીમ લાગુ

what is arundhati gold scheme how to take advantage of this scheme navvadhu ne 10 gram gold mafat ma aapse bjp sarkar 1 january 2020 thi aa scheme lagu
પ્રતિકાત્મક તસ્વીર

ભાજપ સરકાર 1 જાન્યુઆરી 2020થી નવી પરણિત દુલ્હનને મોટી ભેટ આપવા જઈ રહી છે. આસામની ભાજપ સરકાર તરફથી દુલ્હનને 10 ગ્રામ સોનું ભેટ તરીકે આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ઘણા નિયમો પણ રાખવામાં આવ્યા છે.

what is arundhati gold scheme how to take advantage of this scheme navvadhu ne 10 gram gold mafat ma aapse bjp sarkar 1 january 2020 thi aa scheme lagu
પ્રતિકાત્મક તસ્વીર

દુલ્હનના પરિવારજનોએ લગ્નની નોંધણી કરાવી પડશે. દુલ્હને ઓછામાં ઓછું ધોરણ 10 સુધીનું ભણતર મેળવ્યું હોય. તેની સાથે જ દુલ્હનના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ યોજનાનો લાભ કન્યાના પ્રથમ લગ્ન પર જ મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પશ્ચિમ બંગાળમાં હનુમાન બનીને પ્રચાર કરનારા ભાજપના પ્રચારકે કરી લીધી આત્મહત્યા

આ સ્કીમનો લાભ લેવા માટે કન્યાએ તેમના લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ રજીસ્ટર કરાવવા પડશે. આસામની ભાજપ સરકારે આ યોજનાની જાહેરાત ગયા મહિને જ કરી હતી. અસમના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે આ યોજનાનું નામ ‘અરુંધતી સ્વર્ણ યોજના’ રાખ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મુંબઈ: મેડિકલ પ્રવેશમાં મરાઠા અનામતની સમસ્યાનો નિવેડો લાવવા સરકાર લાવી શકે છે અધ્યાદેશ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સ્કીમ હેઠળ સોનું ફિઝિકલ ફોર્મમાં નહીં આપવામાં આવે. કન્યા દ્વારા લગ્નના રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન પછી કન્યાના બેન્ક એકાઉન્ટમાં 30 હજાર રૂપિયા જમા કરવામાં આવશે. ત્યારબાદ કન્યાએ સોનાના ખરીદીની રસીદ સબમિટ કરાવી પડશે. એટલે કે સરકારની આ યોજના હેઠળ આપવામાં આવતા નાણાંનો ઉપયોગ અન્ય કોઈ જગ્યાએ થશે નહીં.

READ  NRCનું ફાઈનલ લિસ્ટ થયું જાહેર, 19 લાખ લોકોના નામ નહી

 

આ પણ વાંચો: આ રીતે 2 મિનિટમાં લિંક થઈ જશે તમારૂ પાનકાર્ડ અને આધારકાર્ડ, સરકારે માર્ચ 2020 સુધીનો આપ્યો સમય

 

Oops, something went wrong.
FB Comments