દુનિયામાં સૌથી વધુ ડિટેન્શન સેન્ટર ચલાવે છે અમેરિકા, જાણો કેવી રીતે ઘૂસણખોરોને રાખવામાં આવે છે!

ભારતમાં ડિટેન્શન સેન્ટરની ચર્ચા ચારોતરફ છે. ડિટેન્શન સેન્ટરને લઈ અનેક વાતો લોકોના મોઢે છે. કેટલીક માહિતી પ્રમાણે આસામમાં એક ડિટેન્શન સેન્ટર છે તો, એક માહિતી પ્રમાણે દેશભરમાં અનેક ડિટેન્શન સેન્ટર બની રહ્યા છે. જો કે, તેની કોઈ પુષ્ટી નથી.

આ પણ વાંચોઃ કઝાકિસ્તાનમાં ઉડાન ભરતી વખતે પ્લેન ક્રેશ, દૂર્ઘટનામાં 15 લોકોના મોત

શું હોય છે ડિટેન્શન સેન્ટર

ડિટેન્શન સેન્ટર ગેરકાનૂની રીતે કોઈ દેશમાં દાખલ થનારા વ્યક્તિઓને રહેવાની વ્યવસ્થા છે. જો કોઈ વ્યક્તિ પોતાનો દેશ છોડીને ગેરકાનૂની રીતે અન્ય દેશની સીમામાં પહોંચે છે. અને તેની ધરપકડ બાદ પોલીસ તેને ડિટેન્શન સેન્ટરમાં લઈ જાય છે. ગેરકાનૂની રીતે પકડાયેલા વ્યક્તિને જેલમાં રાખી શકાતા નથી. જેના માટે ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના નાગરિકને નજરબંધ રાખી અને તેના દેશ સાથે વાતચીત કરવામાં આવે છે. સાથે તેને સુરક્ષીત મોકલવામાં આવે છે.

READ  હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં રુપાંતર થતા પ્રાંતિજ, સોનાસણ, તલોદને મળશે આ સુવિધા

અમેરિકામાં દુનિયાના સૌથી વધુ ડિટેન્શન સેન્ટર

ગાર્જિયનની એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ પોતાના દેશમાં દુનિયાના સૌથી વધુ ડિટેન્શન સેન્ટર બનાવી રાખ્યા છે. અહીંયાં વગર દસ્તાવેજે આવેલા અન્ય દેશના નાગરિકોને રાખવામાં આવે છે. જેમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓને રાખવામાં આવે છે. ગાર્જિયનની રિપોર્ટ પ્રમાણે આ ડિટેન્શન સેન્ટરની હાલત ઘણી ખરાબ હોય છે.

દક્ષિણી અમેરિકાની બોર્ડર વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકો ભાગીને અમેરિકા આવી રહ્યા છે. ગેંગ વૉર, ડોમેસ્ટિક વાઈલેન્સ અને ગરીબીના કારણે હજારો લોકો ગેરકાનૂની રીતે અમેરિકામાં ઘૂસી રહ્યા છે. જેમાંથી 52 હજાર ગેરપ્રવાસીઓને જેલ, ટેન્ટ અને ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે.

Image result for american detention centers

ટ્રમ્પના શાસનકાળમાં ડિટેન્શન સેન્ટરોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ ઘૂસણખોરોની સમસ્યા અમેરિકા માટે નવી નથી. આ સમસ્યાના નિવારણ માટે અમેરિકા ડિટેન્શન સેન્ટર બનાવી રહી છે. છેલ્લા ચાર દસકાથી અમેરિકામાં ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે. અને આ સમસ્યાના નિવારણ માટે ડિટેન્શન સેન્ટર અને અન્ય વ્યવસ્થા પ્રદાન કરવાની બિલિયન ડૉલર્સનો ઉદ્યોગ ઉભો થયો છે.

READ  ઓપરેશન બાલાકોટ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે ઈન્દિરા ગાંધી સાથે કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના

Image result for american detention centers

જે લોકો ડિટેન્શન સેન્ટરમાં હોય તે, કોઈ સજા ભોગવતા નથી. તેમને બસ કાનૂની પ્રક્રિયાની રાહ જોવાની હોય છે. તે આ દેશમાં રહેવા યોગ્ય છે કે, નહીં. આ પ્રક્રિયાને સિવિલ ડિટેન્શન કહેવાય છે. જે ઘૂસણખોરોથી લોકોને નુકસાન પહોંચી શકે, તેના પર સખત નજર રાખવામાં આવે છે. અને ઘણી વખત ડિટેન્શન સેન્ટરમાં રહેતા લોકોને મંજૂરી મળશે કે, નહીં. તેનો નિર્ણય આવતા વર્ષો લાગી જાય છે.

Related image

અમેરિકાના ટેક્સાસમાં બેવ્યુ ડિટેન્શન સેન્ટર નામથી પહેલું ડિટેન્શન સેન્ટર બન્યું હતું. 1970માં એક અમેરિકી ડિટેન્શન સેન્ટરમાં 3 હજાર લોકોને રહેવાની વ્યવસ્થા હતી. અને પછી ઘૂસણખોરોની સમસ્યા વધતી ગઈ હતી. જેના કારણે અમેરિકામાં ઘૂસણખોરો સાથે ખરાબ વર્તન શરૂ થઈ ગયું છે.

READ  પીએમ મોદીએ મલેશિયાના પીએમ સાથે કરી મુલાકાત, જુઓ VIDEO

1979 પછી ડિટેન્શન સેન્ટરની સંખ્યામાં થયો વધારો

અમેરિકામાં 1979 પછી ડિટેન્શન સેન્ટરની સંખ્યામાં વધારો થયો હતો. આ સમય દરમિયાન અમેરિકામાં ઘૂસણખોરોની સંખ્યામાં પણ વધારો થયો છે. રિપોર્ટ પ્રમાણે 1979 પછી અમેરિકામાં ઘૂસણખોરોની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકામાં ઘૂસણખોરોની સમસ્યાના કારણે સરકારે બજેટમાં અલજ જોગવાઈ કરવી પડી હતી. અને તેના માટે પ્રાઈવેટ કંપનીઓ હાયર કરવી પડી હતી. જે બાદ પ્રાઈવેટ કંપની ડિટેન્શન સેન્ટરના નામે અરબો રૂપિયા કમાઈ રહી છે. CoreCivoc અને GEO ગ્રૂપ જેવી કંપનીઓ 25 ટકા જેટલો નફો કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments