વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું ‘મિશન શક્તિ’ છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દેશને સંબોધન કરવા અંગે માહિતી આપી હતી જેના પછી મોદીએ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભારત દુનિયાની ચોથી સૌથી મહાશક્તિ બની ગયું છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન જ આવા કારનામા કરી શકતા હતા.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના નિવેદન દરમિયાન શેર બજારમાં થઈ મોટી ચહલ પહલ

વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતાં જણાવ્યું કે, આ મિશન અંતર્ગત LEO એટલે કે લો અર્થ ઓરબિટમાં હયાત સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યો હતો. ભારત તરફથી કરવામાં આવેલું આ મિશન સફળ રહ્યું હતું. આ મિશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે મોદીએ પોતાના સંબોધનમાં DRDOની પ્રશંસા કરી હતી.

READ  VIDEO: દુબઈમાં ગુજરાતી સહિત મુંબઈની વિદ્યાર્થિનીઓ વગાડશે દેશનો ડંકો, રોબોટિક્સ સ્પર્ધામાં રજૂ કરશે આ ખાસ રૉબોટ

શું હોય છે A-LEO?

LEO ધરતીની સૌથી નજીકની કક્ષા હોય છે. આ ધરતીથી ફક્ત 2000 કિલોમીટર ઉપર હોય છે. આ કક્ષામાં જે સેટેલાઇટ્સ સ્થાપિત કરવામાં આવે છે તેનો ઉપયોગ ખાસ કરીને કોમ્યુનિકેશન વગેરે માટે કરવામાં આવે છે.

શું છે એન્ટી સેટેલાઇટ મિસાઈલ?

એન્ટી સેટેલાઇટ વેપન એક એવી મિસાઇલ હોય છે જેના દ્વારા અંતરિક્ષમાં ફરતા સેટેલાઇટને નિશાન બનાવવામાં આવે છે. અત્યાર સુધી બહું ઓછા દેશો પાસે આ ટેક્નોલોજી હતી. મોદીએ જણાવ્યું કે આ મિશન સાથે જ ભારત હવે આ ટેક્નોલોજીમાં મહારથ હાંસલ કરનાર દુનિયાનો ચૌથી દેશ બની ગયો છે.

READ  દક્ષિણ કોરિયાના સિયોલમાં PM મોદી વિરુદ્ધ નારેબાજી કરતા પાક. પ્રદર્શનકારીઓને શાઝીયા ઈલ્મીનો જવાબ

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ સંદેશ, ભારતે અંતરિક્ષમાં ભર્યું મહત્વપૂર્ણ પગલું

શું હોય છે ASAT મિસાઇલ?

ASAT મિસાઇલનો ઉપયોગ અંતરિક્ષમાં સેટેલાઇટ્સને તોડી પાડવા માટે કરવામાં આવે છે. આ એક ખતરનાક હથિયાર છે. આનો ઉપયોગ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશોના સેટેલાઇટને નિશાન બનાવવા માટે પણ કરવામાં આવી શકે છે.

READ  સાળંગપુર કષ્ટભંજન દેવને એક ભક્તે આપી અનોખી ભેટ, જુઓ PHOTO

VHP preparing and distributing food to needy people, Ahmedabad | Tv9

FB Comments