શું કારણ છે કે…કાલુપુર રેલવે સ્ટેશન પર આ જગ્યાએ મુસાફરો લપસીને પડે છે અને ઈજાગ્રસ્ત થાય છે

કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. અને તેમાં પણ તહેવારના સમયે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. અને આ સમયે કેટલીક ઘટનાઓ પણ બનતી હોય છે. કાલુપુર રેલવે સ્ટેશન ટિકિટ બારી પાસેના એક્સેલરેટર ઉતરતા સીડીના ભાગ પાસેનો ઢાળ વાળી જગ્યા મુસાફરો માટે મુસીબતનું કારણ બની છે. કેમ કે, મુસાફરોને ખ્યાલ નથી રહેતો કે તે ભાગ ઢાળવાળો છે. અને જેઓ મુસાફર એક્સેલરેટર ઉતરે છે કે તરત લપસીને નીચે પડે છે. એક દિવસમાં આવા એક નહિ પણ અનેક કિસ્સા બને છે. જેમાં કેટલાકને ઇજા પણ પહોંચતી હોય છે.

READ  આ ફોટો શેર કરીને ભારતીય રેલવે વિભાગ ગર્વ લઈ રહ્યો છે, જાણો કેમ?

આ પણ વાંચોઃ ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં બોગસ રજિસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું

રેલવે મુસાફરો અને કર્મીઓ પણ આ બાબતે પરેશાન છે. તમામ લોકોએ એક માગ કરી છે કે, એક્સેલરેટર ઉતરતા ઢાળવાળો ભાગ પણ સીડી જેવો બનાવવામાં આવે. જેથી લોકો તે સ્થળે લપસીને પડે નહીં અને કોઈને ઇજા પહોંચે નહિ. મુસાફરોની માગ છે કે, રેલવે આ નવીનીકરણ સાથે આ કામગીરી કરવામાં આવે. જેથી મુસાફરોને મુશ્કેલી દૂર થઈ શકે.

FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192