જયંતી ભાનુશાળીને રસ્તા પરથી હટાવવા કેમ મજબૂર થઈ ગયા છબીલ પટેલ ? કારણ જાણીને ચોંકી જશો આપ

ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના પ્રકરણમાં પોલીસને હત્યારાઓને ઝડપી લેવામાં સફળતા મળી છે, પરંતુ મુખ્ય કાવતરાખોર છબીલ પટેલ હજી સુધી પોલીસની પકડથી દૂર છે.

પોલીસની અત્યાર સુધીની તપાસમાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે છબીલ પટેલે જ જયંતી ભાનુશાળીની હત્યા કરાવી હતી, પરંતુ શું આપ જાણો છો કે છબીલ પટેલ ભાનુશાળીની હત્યા કરાવવા કેમ મજબૂર થઈ ગયો ? સૂત્રોના જણાવ્યા મુજબ જયંતી ભાનુશાળી છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદોની જાળ વણી રહ્યા હતાં અને એટલે જ છબીલ પટેલે જયંતીને રસ્તા પરથી હટાવી દેવા મજબૂર બનવું પડ્યું.

સૂત્રોએ જણાવ્યું કે છબીલ પટેલે દિલ્હીમાં તેની વિરુદ્ધ નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં આગોતરા જામીન મેળવી લીધા હતા, પરંતુ આ દરમિયાન છબીલ પટેલને ખબર પડી કે જયંતી ભાનુશાળી અનેક મહિલાઓને છબીલ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે તૈયાર કરી રહ્યા છે. છબીલ આ વાતથી ડરી ગયો અને તેણે જયંતીને કાયમ માટે શાંત કરી દેવાની ઠાની લીધી.

આ તરફ જયંતી ભાનુશાળી પોતાની સામે સુરતની યુવતીએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસમાં છબીલ પટેલનો હાથ હોવાનું માની રહ્યા હતાં. જોકે ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયુ હતું, પરંતુ થોડાક જ દિવસ બાદ છબીલ પટેલ સામે દિલ્હીમાં ફરિયાદ થઈ. છબીલનો દાવો હતો કે દુષ્કર્મની જે તારીખ ફરિયાદમાં છે, તે દિવસે તે તેની દીકરીના જન્મ દિવસના કારણે ગુજરાતમાં હતો, દિલ્હી ગયો જ નહોતો. દિલ્હી કોર્ટે આ પુરાવાને ધ્યાનમાં લઈ છબીલને જામીન આપી દીધા હતાં.

દિલ્હીની કોર્ટમાંથી જામીન મળ્યા બાદ છબીલ હજી હાશકારો અનુભવે, તે પહેલા જ તેને ખબર પડી કે ફરીદાબાદની એક મહિલાને જયંતીએ પૈસા આપી દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા તૈયાર કરી છે. જયંતીએ ભુજની એક મહિલાને પણ તૈયાર કરી છે. છબીલ અને ભુજની આ મહિલા વચ્ચે બેઠક થઈ હતી કે જેમાં મહિલાએ જયંતીએ તૈયાર કરેલી ફરિયાદની નકલ પણ દાખવી હતી. જયંતીએ આ મહિલાને કહ્યુ હતું કે જો તે છબીલ સામે ફરિયાદ નોંધાવશે, તો તેઓ તેને સારી રકમ આપશે.

આ બધુ જોતા છબીલ પટેલને લાગવા લાગ્યુ હતું કે જયંતી તેનું જીવવું હરામ કરી દેશે અને એટલે જ તેણે જયંતી ભાનુશાળીની હત્યા કરાવવાનું નક્કી કરી લીધું.

[yop_poll id=1298]

Rathyatra 2019 Special : 'E Halo Karnavati Bhai Jagannath Jova' By Maulika Dave

FB Comments

TV9 Web Desk7

Read Previous

ઉરી સેના કૅમ્પ પર ફરી આતંકી હુમલાનો પ્રયત્ન, બે શંકાસ્પદોની હિલચાલ બાદ સેનાનું ફાયરિંગ, આતંકીઓની શોધખોળ ચાલુ

Read Next

અમદાવાદની એક કોલેજના વાર્ષિકોત્સવમાં જીજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપવાથી સર્જાયો વિવાદ, આખરે કોલેજે કરવો પડ્યો કાર્યક્રમ રદ્દ

WhatsApp પર સમાચાર