કપાસ અને મગફળીના પાકમાં શું કરવું? અને શું ન કરવું?

કપાસમાં આવતી ગુલાબી ઈયળના નિયંત્રણ માટે પ્રતિ હેક્ટરે 30 થી 35 ફેરોમેન ટ્રેપ ગોઠવવા. કપાસમાં ચુસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડનો છંટાકાવ કરવો. કપાસમાં લાલ પર્ણ થતા હોય તો 10ટકા મેગ્નેશીયમ સલ્ફેટ દ્રાવણનો છંટકાવ પાક 90 દિવસનો પાક થાય ત્યારે અને બીજો છંટકાવ તેનાં 15 દિવસ પછી કરવો. મગફળીમાં જો ખેડૂતે સેન્દ્રીય ખેતી અપનાવી હોય તો ખેડૂતોએ ઓરવણ પિયત આપવું તથા રાંપ ચલાવી અને નિંદામણ મુક્ત રાખવું. સેન્દ્રીય ખેતી માટે 50ટકા નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી તેમજ બાકીના જૈવિક ખાતરો આપવા અથવા પ્રતિ હેક્ટર 1250 મીલી રાઈઝોબીયમ કે એઝેટોબેક્ટર આપવા અને ફોસ્ફરસ માટે પ્રતિ હેક્ટર 100 કિલો રોક ફોસ્ફેટ આપવું.

READ  Renaming A'bad as Karnavati before LS election is based on political agenda:Cong leader Manish Doshi

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢની માંગરોળ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Video: જાણો ખેડૂતોને સમૃદ્ધ કરતા FPOના ફાયદા

 

[yop_poll id=”1″]

FB Comments