સવારના નાસ્તામાં ખમણ-ઢોકળાં કે ઈડલી-સંભાર ખાવા જોઈએ કે નહીં?

કોઈ પણ દિવસની શરૂઆત ભરપેટ નાસ્તાથી કરવી જોઈએ તે હવે સૌ કોઈ જાણે છે. તેનાથી તમારો આખો દિવસ સ્ફૂર્તિમય રહે છે. પરંતુ ભરપેટ નાસ્તા કરવામાં લોકો ઘણી વાર ભૂલ કરી બેસતા હોય છે.

સવારના નાસ્તામાં એટલે કે બ્રેકફાસ્ટમાં શું ખાવું અને શું ન ખાવું તેની જાણ સૌને નથી હોતી. બ્રેકફાસ્ટ એવો હોવો જોઈએ કે જેનાથી તમારા શરીરને નુક્સાન ન પહોંચે. તો ચાલો, આજે જાણો કે બ્રેકફાસ્ટમાં શું અને કેવી રીતે ખાશો અને શું નહીં ખાઓ.

સવારનો નાસ્તો ચોક્કસપણે કરવો જ જોઈએ. ડૉક્ટર્સ અને ડાયેટિશિયન પણ નાસ્તો ક્યારેય ન છોડવાની સલાહ આપે છે. પરંતુ તે ત્યારે જ ફાયદો કરાવશે જ્યારે તમે નાસ્તામાં યોગ્ય વસ્તુઓ લેશો.

લીલા શાકભાજીને કાચું કે વધારે પડતું પકાવીને ખાવાની આદત છે તો તેની જગ્યાએ તેનો સૂપ બનાવીને પીઓ. તે ફાયદો કરશે. તમે ઈચ્છો તો શાકભાજીને ઉકાળીને કે થોડું પકાવીને ખાઈ શકો છો.

જો બ્રેકફાસ્ટમાં જો જ્યૂસ પીવાની આદત હોય તો જ્યૂસ કરતાં તાજા ફળો આખાં કે કાપીને ખાઓ. તેમાં શર્કરા અને કેલેરીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેના કરતા કુદરતી રીતે જ તેને ખાઓ તો વધુ ફાયદો મળશે.

જો તમને ગુજરાતી નાસ્તામાં ખમણ કે ઢોકળા ખાવાની ટેવ છે તો તે ખૂબ જ ફાયદાકારક છે. એ સિવાય, ઈડલી સંભાર પણ સવારના નાસ્તામાં ખાશો તો ઘણો લાભ થાય છે. આ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો ખોવાથી વજન નહીં વધે.


જો તમને બેકરી પ્રોડક્ટ જેવા કે પાવ કે કપ કેક, મફિન્સ ખાવાની આદત છે તો તે બંધ કરી દો. તેને કરતાં આખા ઘઉં કે ઘઉંના લોટમાંથી બનેલી બ્રેડ ખાઓ, તેનાથી કોઈ નુક્સાન નહીં થાય.


 જો સ્વાસ્થ્ય માટે ખૂબ ચિંતિત છો તો દેસી ઘીથી બનેલા હલવાની જગ્યાએ ઓટ્સનો સાદો હલવો કે પછી નમકીન ઓટ્સ બનાવીને ખાઓ, તે વધારે ફાયદાકારક રહેશે. તમને ભાવે તો ગરમ દૂધ સાથે ઓટ્સ અને ખાંડ સાથે ખાઈ શકો છો.


નાસ્તામાં રોટલી કે પરાઠા સાથે અથાણું કે માખણ ખાવાની આદત છે તો તે લાંબા ગાળે હાનિકારણ બની શકે છે. તેની જગ્યાએ રોટલી કે પરાઠા પર લીલા મરચાની ચટણી લગાવીને ખાઈ શકો છો.


સામાન્ય રીતે દરેકના ઘરે સવારના સમયે પરાઠા, પૌંઆ જેવી વાનગીઓ ખવાતી હોય છે. જેની સાથે કોઈ દહીં, દૂધ કે કોઈ છાશ પીવે છે. પરંતુ પરાઠાની જગ્યાએ ઉપમા, નમકીન દલિયા કે ઘી લગાવેલી રોટલી ખાશો તો વધુ ફાયદો થશે.


જો તમે બ્રેકફાસ્ટમાં સ્મૂધી લેવાનો આગ્રહ રાખો છો તો જાણી લો કે તેમાં નખાતી ખાંડ તેના ફાયદાઓ ઘટાડી દે છે. તેના કરતા એક કેળું અને એક ગ્લાસ દૂધ સારો વિકલ્પ ગણાશે.


નાસ્તામાં દહીં ખાવામાં વાંધો નથી, પણ શરત એ છે કે મલાઈવાળા દૂધથી દહીં બનેલું હોય. તેમાં મીઠું કે ખાંડ નાખીને એ દહીં ન ખાઓ.


બ્રાઉન બ્રેડમાં ફાઈબર હોય છે અને કેલરી ઓછી હોય છે. તમે તેની સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. બ્રાઉન બ્રેડમાં ટામેટા, બટાકા, ચટણી કે અન્ય લીલા શાકભાજી ભરીને એક હેલ્ધી સેન્ડવીચ બનાવો. લંચ સુધી પેટ ભરેલું રહેશે.


કોર્ન ફ્લેક્સ પણ સવારના નાસ્તામાં ખાઈ શકો છો. કોર્નફ્લેક્સ ખાવાથી તરત જ કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને એનર્જી મળે છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ પણ ભરપૂર હોય છે.

તડબૂચમાં પાણીનું પ્રમાણ ખૂબ હોય છે. તે ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ નથી ઘટતું. સવારમાં તડબૂચ ખાવાથી શરીરમાં ઓછું પાણી હશે તો તેની પૂર્તિ થશે અને કેલરી પણ મળશે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

EC demands report from Gujarat govt's energy dept after declaration of electricity bill waiver- Tv9

FB Comments

Hits: 32

Comments are closed, but trackbacks and pingbacks are open.