વિરાટ કોહલી નાગરિકતા કાયદાનું સમર્થન કરે છે કે વિરોધ? આપી દીધો જવાબ

virat-kohli-did-well-duck-at-the-question-related-to-caa-hindi-

CAAને લઈને ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છો તો અમુક લોકો સમર્થન પણ કરી રહ્યાં છે. બોલીવુડમાં આ પણ કાયદાને લઈને બે ફાંટાઓ જોવા મળી રહ્યાં છે. વિરાટ કોહલી ભારતીય ટીમના કપ્તાન છે અને તેઓને નાગરિકતા સંશોધન કાયદાને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમને કંઈક અલગ જ જવાબ આપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Nation-wide protests against CAA, NRC nagrikta kayda na virodh ma bharat bandh nu aelan tamam police karmi ne stand to rehva aadesh

આ પણ વાંચો  :  દિલ્હી મુંબઈ કોરિડોરને લઈને ખેડૂતોને છે આ ચિંતા, આવેદન પત્ર આપી નોંધાવ્યો વિરોધ

રવિવારના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી 20 મેચ ગુવાહાટી ખાતે યોજાઈ રહી છે. આ અંગે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગિરકતા કાયદાને લઈને પૂછવામાં આવેલાં સવાલ બાબતે વિરાટ કોહલીએ સિક્સર મારી છે. જ્યારે વિરાટ કોહલીને આ કાયદાના સમર્થનમાં છો કે વિરોધમાં કંઈક એવું પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે હું આ વિષય પર ગેરજવાબદાર થવા માગતો નથી. આમ મીડિયા અને રાજનીતિ બંનેના સવાલથી વિરાટ બચી ગયા છે.

READ  ભારે કરી! બાઈક પર લખી દીધું કે 'હું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકું તેમ નથી'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Programs supporting CAA to be held in Gujarat, CM Rupani will also remain present
જાણો શું કહ્યું વિરાટ કોહલીએ?
વિરાટ કોહલીએ નાગરિકતા સંશોધન કાયદાને લઈને જવાબ આપતા કહ્યું કે હું કોઈ જ એવા મુદા પર બોલવા નથી માગતો કે જેના પર બંને પક્ષનો મત તીવ્ર હોય. વિરાટે વધુમાં કહ્યું કે આ વિષય અંગે મારે હજુ વધારે જાણકારી મેળવવાની છે. મારે આ વિષયને લઈને તમામ વાતોને જાણવી છે કે આનો મતલબ શું છે અને શું ચાલી રહ્યું છે? આ પછી જ હું નાગરિકતા સંશોધન કાયદાને લઈને કોઈ વાત કહીં શકીશ.

READ  U19 World Cup: પાકિસ્તાનને હરાવીને સાતમી વાર ટીમ ઈન્ડિયા પહોંચી ફાઈનલમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત તેઓએ મીડિયા સાથે નાગરિકતા સંશોધન કાયદાને લઈને વાત કરતાં કહ્યું કે તેઓ આ એક એવો વિષય છે કે જેમાં એક વ્યક્તિ અલગ વાત કરી શકે છે તો બીજી વ્યક્તિ પણ અલગ વાત કરી શકે છે. આથી હું પોતાને એવા કોઈ વિષયમાં સામેલ કરવા માગતો નથી જેના વિશે મને કોઈ જ પુરી જાણકારી નથી. આ બાબતે કંઈપણ કહેવું તે જવાબદારીપૂર્વકની વાત નહીં હોય. જો કે વિરાટ કોહલી રાજનીતિ પર બોલતા રહે છે. 2016ના વર્ષમાં મોદી સરકારે નોટબંધી કરી તેને વિરાટ કોહલીએ એક સારો નિર્ણય ગણાવ્યો હતો. આ વખતે નાગરિકતા સંસોધન મામલે તેઓ ખ્યાલ ન હોવાનું કારણ આપીને સવાલથી બચી ગયા હતા.

READ  આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં આવ્યું સામે, 2060 સુધીમાં ભારત મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે

 

 

Oops, something went wrong.
FB Comments