દેશમાં આતંકવાદને ખત્મ કરવા માટે ગૃહ મંત્રી અમિત શાહનો શું છે નવો પ્લાન?

દેશમાં આતંકવાદને ખત્મ કરવા માટે સરકારે મોટી તૈયારી કરી છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક ટેરર મોનિટરિંગ ગ્રુપ (TMG)ની રચના કરી છે. જમ્મૂ-કાશ્મીર CIDના એડિશનલ DGPની તેના ચેરમેન તરીકે નિમંણુક કરવામાં આવી છે.

ટેરર મોનિટરિંગ ગ્રુપમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશ, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ડાયરેક્ટ ટેક્સ, ED,IB, નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સના સભ્યો પણ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટેરર મોનિટરિંગ ગ્રુપને ઘાટીમાં સક્રિય રહેવા માટે કહેવમાં આવ્યું છે. દેશની અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી પણ આ ટીમને આપવામાં આવશે. તેનાથી ટેરર ફંડિંગ કરનારાઓને મોટો ઝટકો લાગી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગના ગવર્નિગ કાઉન્સીલની 5મી બેઠક થઈ હતી. તેમાં દેશની સુરક્ષા અને આતંકી ગતિવિધીઓ પર ચર્ચાઓ થઈ. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતને 2024 સુધી 5 હજાર અરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય પડકારરૂપ છે પણ જો રાજ્યોના સંયૂક્ત પ્રયત્નોથી તેને મેળવી શકાય છે. લોકોની આવક અને રોજગારની તકો વધારવા માટે નિકાસ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

આ પણ વાંચો: ‘વાયુ’ વાવાઝોડું પાછું ફરે તેવી શક્યતા, કચ્છમાં પડી શકે ભારે વરસાદ, જુઓ VIDEO

 

Amdavadis get some respite as rain arrives | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

અમરેલીના ખાંભા ગામના રહેણાંક વિસ્તારમાં બે સિંહોએ કર્યું મારણ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ આ VIDEO

Read Next

સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ, જુઓ વરસાદનો આ VIDEO

WhatsApp પર સમાચાર