માત્ર Missed calls લોકોને બનાવી રહ્યાં છે કરોડોપતિથી ‘ખાખ’પતિ, Missed callsથી થોડી જ સેકન્ડ્સમાં થઈ શકે છે તમારું બૅંક અકાઉન્ટ ખાલી

મુંબઈના એક બિઝનેસમેને હાલમાં જ 2-5 લાખ નહીં પરંતુ રૂ.1 કરોડ, 86 લાખ ગુમાવવાનો વારો આવ્યો. તમને થશે આખરે કેમ? અને તેનું કારણ છે એક બેન્કિંગ ફ્રોડ જે SIM સ્વૅપના નામે ઓળખાય છે. 

કોલકાતા, બેંગાલુરૂ, મુંબઈ અને દિલ્હી પોલીસના સાયબર સેલ્સે ‘SIM સ્વૅપ’ના ઘણાં કેસ નોંધ્યા છે. અને જો તમને એવું લાગતું હોય કે માત્ર એવા લોકો જ આ ફ્રોડના ભોગ બને છે જેમને ઈન્ટરનેટ કે ડિજિટલ દુનિયા વિશે નોલેજ નથી તો તમારું માનવું ભૂલભરેલું છે. ઘણાં ટૅકસેવી લોકો પણ આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. આ આર્ટિકલમાં જાણો કે કેવી રીતે મુંબઈના એક બિઝનેસમેને આ SIM સ્વૅપના કારણે 1 કરોડ 86 લાખ રૂપિયા ગુમાવ્યા.

શું છે મિસ્ડ કૉલ્સ અને પૈસા ગુમાવવા વચ્ચે કનેક્શન?

મિસ્ડ કૉલ્સના કારણે પૈસા ગુમાવવા એમ સાંભળીને નવાઈ જરૂર લાગે પરંતુ ભારતમાં આ સ્કૅમ સામે આવી રહ્યો છે. SIM સ્વૅપ નામે ઓળખાતો આ સાયબર ફ્રોડે દેશમાં ઘણા લોકોને ભોગ બનાવ્યા છે. સહેલાઈથી છેતરાઈ શકે તેવા ફોન યુઝર્સ પાસેથી આ ફ્રોડમાં મિનીટોની અંદર પૈસા પડાવી લેવાય છે.

SIM સ્વૅપમાં તમારા વર્તમાન SIM કાર્ડની જગ્યાએ ડુપ્લિકેટ SIM કાર્ડ કામ કરે છે

તમને એ સમય યાદ છે જ્યારે તમે 2Gથી 3G કે 4G SIM કાર્ડ લીધું હતું? બની શકે કે તમે ત્યારે જ, એ સમયે જ, આ SIM સ્વૅપ ફ્રોડની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હોય. દરેક SIM કાર્ડનો એક 20 આંકડાઓનો નંબર હોય છે. તમારા SIM કાર્ડના પાછળના ભાગે જુઓ. આ પ્રકારના ફ્રોડ કેસમાં તમને છેતરનાર તમારા સીમ કાર્ડનો 20 આંકડાનો નંબર જાણવાનો પ્રયત્ન કરશે અથવા તો તેણે ઓલરેડી હૅક કરીને તે નંબર લઈ લીધો હશે.

આ સ્કૅમમાં છેતરપીંડિ કરનાર વ્યક્તિ ગમે તેમ તમારો યુનિક સીમ નંબર લઈ લે છે અથવા તો રાતના સમયે SIM સ્વૅપને પ્રક્રિયા શરૂ કરી દે છે.

આ પ્રક્રિયામાં મુખ્યત્વે 2 સ્ટેપ્સ હોય છે. છેતરપિંડી કરનાર પાસે પહેલેથી તમારું બેન્કિંગ ID અને પાસવર્ડ હોય. અને બસ પછી તેમને માત્ર OTPની જ જરૂર રહે જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા હોય.

પણ આખરે તેમની પાસે તમારી બૅન્કિંગ ડિટેઈલ્સ આવે ક્યાંથી?

આવું સામાન્ય રીતે ફિશિંગ અટેકથી થાય છે. આ ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિ પાસે પહેલેથી તેની બૅન્કિંગ વેબસાઈટના ફેક વર્ઝનની એક્સેસ હોય અને એટલે પોતાની ખાનગી માહિતી તેઓ ઑટોમેટિકલી હૅકર્સને આપી દે. કેટલીક વખત તો તમારી નજીકના લોકો પણ આ સ્કૅમમાં સામેલ હોય તેવું બને.

મુંબઈના બિઝનેસમેનને રાતના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી 6 મિસ્ડ કૉલ્સ આવ્યા અને એ પણ અલગ અલગ 2 નંબર્સ પરથી. જેમાંથી એક નંબરનો કૉડ +44 હતો. બિઝનેસમેનનો ફોન સાયલન્ટ હતો અને એટલે તેને આ ફોન વિશે ખબર ન પડી.

તેના સીમ કાર્ડનું ક્લોન કર્યા બાદ, હેકર્સે તેના અકાઉન્ટમાંથી કુલ રૂ.1 કરોડ 86 લાખ અલગ અલગ 14 અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દીધા. જેમાંથી એ બિઝનેસમેન માત્ર રૂપિયા 20 લાખ પાછા મેળવી શક્યો. બાકીની રકમ 14 અકાઉન્ટ્સમાંથી ઉપાડી લેવાઈ હતી.

તમે પણ SIM સ્વૅપનો ભોગ બની શકો છો. જેમાં માત્ર જરૂર હોય છે એક નવા SIM કાર્ડને તમારા વર્તમાન ફોનમાં રજિસ્ટર કરવાની. એક વખત તેમ થઈ જશે ત્યારબાદ તમારું SIM કાર્ડ ઈનવૅલિડ થઈ જશે અને તમને નેટવર્ક સિગ્નલ મળતા બંધ થઈ જશે. અને એક વખત આ ફ્રોડ કરનારાઓ પાસે તમારો ફોન નંબર આવી જાય ત્યારબાદ તેમને જ તમારા નંબર પર આવતા OTP મળશે. આમ થતાં જ તેઓ બેંક ટ્રાન્સફર કરી શકશે અને ઓનલાઈન શોપિંગ પણ કરી શકશે.

SIM સ્વૅપ એક પાવરફૂલ ટૂલ છે જે તેના પર નિર્ભર કરે છે કે તમે કોની સાથે કમ્યુનિકેટ કરો છો. કોઈ પણ SIM એક્સચેન્જમાં તમે એરટેલ, વોટાફોમ કે આઈડિયા જેવા સર્વિસ પ્રોવાઈડર્સના સર્વર્સ સાથે જોડાયેલા હોવ છો. આ ઓપરેટર્સે SIM સ્વૅપ માટે કેટલાક ઓફિશિયલ USSD કૉડ્સ રાખેલા હોય છે. પણ સમસ્યાની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે તમે જાતે જ SIM સ્વૅપ નથઈ કરતા. જો કોઈ પણ કારણે તમારે તમારા SIMનો 20 આંકડાનો નંબર કોઈને આપવાનો થયો હોય. તો જાણી લો આ બધુ તે 20 આંકડાના નંબરના કારણે જ થાય છે. આ સ્વૅપિંગ પ્રોસેસ માત્ર એટલી જ છે કે જેમાં તમારો ફોન નંબર એક નવા સીમ કાર્ડ સાથે રજિસ્ટર કરવામાં આવે છે અને તે SIM કાર્ડ છેતરપિંડી કરનાર વ્યક્તિ પાસે હોય છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

કેવી રીતે થાય છે આ પ્રોસેસની શરૂઆત?

તમારા પર વોડાફોન, એરટેલ, જીઓ કે આઈડિયાના નામે કોઈ તમને ફોન કરે. ત્યારબાદ તમને ફોમ પર કહેવામાં આવે છે કે આ કંપની તરફથી એક રૂટિન કૉલ છે જે નેટવર્ક સિગ્નલ કે કૉલ ડ્રોપ જેવી સમસ્યાના નિવારણ માટે છે. ત્યારબાદ તે વ્યક્તિ તમને ઈન્ટરનેટની વધુ સ્પીડ કે પછી 4G કાર્ડ લેવા માટે ગાઈડ કરે. ગમે તે કરીને ફોન કરનારા તમારા સીમ કાર્ડનો 20 આંકડાનો નંબર લેવાનો પ્રયાસ કરશે.

અને ત્યારબાદ તમને 1 નંબર પ્રેસ કરીને SIM સ્વૅપની પ્રક્રિયા રિક્વેસ્ટ કરવાનું કહેશે. તમારો યુનિક SIM નંબર લઈને તે વ્યક્તિ તમારા ટેલિકોમ ઓપરેટરને ઓફિશિયલી SIM સ્વૅપ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. એટલે કે જો તમે વોડાફોન SIM વાપરો છો તો એક નવા વોડાફોન SIM કાર્ડ સાથે તે બદલવાની પ્રક્રિયા શરૂ કરાશે. અને હવે વોડાફોન તમારા ફોન પર એક કૉડ મોકલશે જેના બદલે ફોન કરનાર તમને 1 પ્રેસ કરવાનું કહેશે. અને ત્યારબાદ તમારો ફોન હૅક થશે.

SIM સ્વૅપ સફળતાપૂર્વક થઈ જાય એટલે અચાનક જ તમારા ફોનમાં તે SIM કાર્ડ કામ કરવાનું બંધ કરી દેશે અને તમારા ફોનમાં કોઈ પણ સિગ્નલ આવવાના બંધ થઈ જશે. અને બીજી બાજુ, છેતરપિંડી કરનાર વ્યક્તિ પાસે તે નવા સીમ કાર્ડનું ફૂલ સિગ્નલ આવશે જે તમારા મોબાઈલ નંબર સાથે રજિસ્ટર્ડ છે. અને હવે તે ફ્રોડસ્ટર પાસે તમારા મોબાઈલ નંબર પર સંપૂર્ણ કાબુ હશે.

જ્યારે આ બધું ચાલતું હશે ત્યારે ફ્રોડસ્ટર એવા સંપૂર્ણ પ્રયાસ કરશે તમને ડિસ્ટર્બ કરવાના કે જેનાથી ગુસ્સે થઈને તમે તમારો ફોન બંધ કે સાયલન્ટ કરી દો. અને આ ફ્રોડસ્ટર્સ માટે અગત્યનો સમય હોય છે. સામાન્ય રીતે, કોઈ ટેલિકૉમ ઓપરેટર નવું SIM કાર્ડ એક્ટિવેટ કરવામાં 4 કલાકનો સમય લે છે. તો સ્કેમ કરનાર સળંગ તમને ફોન કર્યા કરશે અને ડિસ્ટર્બ કરશે જેથી તમે ફોન બંધ અથવા સાયલસ્ટ કરી દો. અને એક વખત SIM સ્વૅપ સફળ થઈ જાય ત્યારબાદ આ બધુ થશે તેની તમને જાણ પણ નહીં થાય.

આ પણ વાંચો: જો તમે કમ્પ્યૂટર પર કરી રહ્યાં છો કોઈ ખોટું કામ, તો તમારા પર હોઈ શકે છે આ 10 સરકારી એજન્સીઓની સીધી નજર

બની શકે કે આ પ્રક્રિયામાં તમને તમારો આધાર કાર્ડ નંબર પણ પૂછાય પણ ભૂલથી પણ તે કોઈને ન આપો.

સાથે જ આ એક આદત પાડો કે જેનાથી તમારા બેંક અકાઉન્ટ પર તમારી સતત નજર રહે. સાથે જ તમારો બેન્કિંગ પાસવર્ડ બદલતા રહો. સાથે જ જો તમને તમારા ઈન્ટરનેટ બેન્કિંગ કે ફોન પર કંઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ લાગે તો તરત જ તમારી બેંકને ટ્રાન્ઝેક્શન સ્ટોપ કરવાની સૂચના આપો.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Patan: Over 50 cases of Diarrhea reported within a day- Tv9

FB Comments

Hits: 1267

Comments are closed, but trackbacks and pingbacks are open.