WhatsApp પર ડિલીટ કર્યા વગર પર્સનલ ચૅટ Hide કરવા માંગો છો ? તો વાંચી લો આ ખબર, થઈ જશે આપનું કામ

ઘણી વખત આપના સ્માર્ટફોનનો પાસવર્ડ આપના કોઈ મિત્ર કે પછી પરિવારના કોઈ સભ્યના હાથે લાગી જાય છે.

આવી પરિસ્થિતિમાં આપની જાણ બહાર તેઓ આપના તે પર્સનલ ચૅટ્સ પણ વાંચી લે છે કે જે કદાચ આપ કોઈ બીજા સાથે શૅર કરવા નહોતા માંગતાં.

તો ચાલો આજે અમે આપને બતાવીએ છીએ વૉટ્સએપના એક એવા જ ફીચર વિશે કે જેનું નામ છે ‘આર્કાઇવ’. આ ફીચર વડે આપનું પર્સનલ ચૅટ કોઈ વાંચી નહીં શકે.

જો આપ આપનું પર્સનલ ચૅટ હિડન રાખવા માંગો છો, તો તેના માટે સૌપ્રથમ ચૅટ સ્ક્રન પર જઈ તે શખ્સના ચૅટ પર ટેપ કરી હોલ્ડ કરો કે જેની સાથે કરાયેલી વાતો આપ છુપાવવા માંગો છે. ત્યાર બાદ ટૉપ પર દેખાતા આર્કાઇવ આઇકૉનને સિલેક્ટ કરો. ત્યાર બાદ આ ચૅટ આપની સ્ક્રીન પર નહીં દેખાય.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ચૅટ સ્ક્રીનને સ્ક્રૉલ કરતા સૌથી નીચે આપના આર્કાઇવ્ડ ચૅટનો ઑપ્શન નજરે પડશે. આ ઑપ્શન પર ટેપ કરી તેને હોલ્ડ કરો અને જેના પણ ચૅટને સ્ક્રીન પર પરત લાવવું છે, તેને અનઆર્કાઇવ્ડ કરી દો.

જો આપ ઇચ્છતા હોવ કે આપના વૉટ્સએપની સ્ક્રીન પર કોઈનું પણ ચૅટ ન દેખાય, તો સેટિંગમાં જાઓ અને Tap Chats > Chat history > Archive all chats ઑપ્શન પર ક્લિક કરી પોતાના તમામ ચૅટને આર્કાઇવમાં નાખી દો.

જોકે આર્કાઇવ ફીચરમાં એક ખામી પણ છે. હાલમાં જ્યારે આપ કોઈ ચૅટને આર્કાઇવ કરો છો, તો નવો મૅસેજ આવતા જ વૉટ્સએપ તે ચૅટને અનઆર્કાઇવ કરી દે છે, પરંતુ ચિંતા કરવાની વાત નથી. વૉટ્સએપ પર ટૂંક સમયમાં જ વૅકેશન મોડ ફીચર આવવાનું છે કે જેનાથી આર્કાઇવ્ડ ચૅટ ઑટો અનઆર્કાઇવ નહીં થાય.

[yop_poll id=381]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 18/6/2019| Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

US Dollarની લાલચ છોડો, ડૉલરથી વધુ મોંઘી છે આ 5 દેશોની કરન્સી

Read Next

1 ફ્લેટની જેટલી કિંમત તમે 20 વર્ષમાં ચૂકવો છો, તેટલી રકમ સચિન, શાહરૂખ અને ઐશ્વર્યા જેવા સેલિબ્રિટીઝના બાળકોની એક વર્ષની સ્કૂલ ફી છે

WhatsApp પર સમાચાર