WhatsApp હેકિંગ વિવાદ: ભારતમાં આ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા, જાણો વિગત

વોટસએપ હેકિંગનો વિવાદ વકરી રહ્યો છે. આ મુદ્દો રાજનીતિક બની ગયો છે. ભારતમાં ખાસ કરીને દલિત એકવીસ્ટ, માનવાધિકાર કાર્યકર્તાઓ, વકીલો અને પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા છે. વોટસએપ દ્વારા ઈઝરાયલના સર્વિલાંસ ફર્મ એનએસઓ ગ્રુપ પર આરોપ લગાવવામાં આવ્યો છે. એવી જાણકારી મળી રહી છે વિવિધ 20 દેશોના 1400 લોકોની જાસૂસી કરવામાં આવી છે. જેમાં માનવાધિકાર કાર્યકર્તાઓ અને સીનીયર સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 આ પણ વાંચો :  હેકિંગ વિવાદ: ભારત સરકારે WhatsApp પાસે 4 દિવસમાં માગ્યો જવાબ

લોકોના મોબાઈલમાં સેંધ મારવા માટે પેગાસસ નામના સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે વોટસએપ દ્વારા કોની જાસૂસી કરવામાં આવી તે અંગે કોઈ જ ખૂલાસો કરવામાં આવ્યો નથી. ભારતમાં પત્રકારો, દલિત એકવિસ્ટ, માનવાધિકાર કાર્યકર્તાઓને નિશાના બનાવવામાં આવ્યા છે. આશરે 100 જેટલાં લોકો આ હેકિંગના શિકાર બન્યા છે.

READ  વિપક્ષોના નિશાના પર ફરી EVM, કહ્યું કે એજન્સીઓ વિશ્વાસપાત્ર નથી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતમાં જો વાત કરવામાં આવે તો માનવાધિકાર કાર્યકર્તા બેલા ભાટિયાના જણાવ્યા અનુસાર તેમને વોટસએપ દ્વારા એલર્ટ મોકલવામાં આવ્યું છે. ભીમા કોરેગાંવ કાર્યકર્તાઓની ધરપકડ થઈ તેના વકીલ નિહાલ સિંહ રાઠોડનું પણ વોટસએપ હેક કરવાની વાત સામે આવી છે. વોટસએપ દ્વારા તેમને પણ એલર્ટ મોકલવામાં આવ્યું હતું કે તમે સર્વિલાંસ હેઠળ છો.

ભીમા કોરેગાવ

આ સિવાય જાણીતા વકિલ સુરેન્દ્ર ગડગિંલનો મોબાઈલ પણ વોટસએપના માધ્યમથી હેક કરવામાં આવ્યો હતો. આ સિવાય ભીમા કોરગાંવના તમામ ધરપકડ થયેલાં કાર્યકર્તાઓના મોબાઈલને પણ હેક કરવામાં આવ્યા હતા.

વોટસએપ દ્વારા ઈઝરાયલના સર્વિલાંસ ફર્મ એનએસઓ ગ્રુપ પર જાસૂસીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બાબતે સાન ફ્રાનસિસ્કોની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ભારત સહિતના 20 દેશના 1400 કાર્યકર્તાઓ, નેતાઓની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે.

READ  ચેન્નઈના એક કાર્યક્રમમાં અમિત શાહની હાજરીમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કાશ્મીર મુદ્દે કહી આ વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વર્ષ 2016માં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ગૂગલ અને એપલ દ્વારા પેગાસસ સોફ્ટવેરનો તોડ કાઢવામાં આવ્યો હતો. ગૂગલ અને એપલે આ સોફ્ટવેરને રોકી દીધો હતો. ફરીથી ફોનમાં વોટસએપ વીડિયો કોલ દ્વારા આ સોફ્ટવેર સ્પાઈવેર મોકલવામાં આવ્યો અને લોકોના ફોન હેક કરવામાં આવ્યા. હેક કર્યા બાદ ફોનનું તમામ નિયંત્રણ હેકર્સની પાસે જતું રહે છે અને તે ફોનમાંથી તમામ વિગતો મેળવી લે છે. આમ સરકાર પર આંગળી ઉઠી રહી છે તો સરકારે આ અંગે વોટસએપ પાસે જવાબ માગ્યો છે.

આ સિવાય અંગ્રેજી વેબસાઈટ સ્ક્રોલના એક ખબર મુજબ શાલિની ઘેરા જે છત્તીસગઢમાં સામાજિક કાર્યકર્તા છે. નિહાલસિંગ રાઠોડ જે માનવાધિકાર રાઈટ વિંગના લોયર છે. બેલા ભાટિયા જે સામાજિક કાર્યકર્તા છે. ડિગ્રી પ્રસાદ ચૌહાણ જે પણ છત્તીસગઢના કાર્યકર્તા છે. આનંદ તેલતુંબડે જે દલિત એકવીસ્ટ છે. શુભ્રાંશુ ચૌધરી જે બીબીસીના પત્રકાર છે. અંકિત ગ્રેવાલ જે છત્તીસગઢના વકીલ છે. આશિષ ગુપ્તા જે દિલ્હીના એક સામાજિક કાર્યકર્તા છે. સીમા આઝાદ જે અલ્હાબાદના એક કાર્યકર્તા છે.

READ  WhatsAppમાં આ મોટો ફેરફાર કરવાની માંગણી કરી રહી છે સરકાર

વિવેક સુંદરા જે સામાજિક અને પર્યાવરણ કાર્યકર્તા છે. સરોજ ગીરી જે દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર છે. સિદ્ધાંત સિબલ જે વીઓન ચેનલના પત્રકાર છે. રાજીવ શર્મા જે જાણીતા કોલમિસ્ટ છે. રુપાલી જાધવ જે મુંબઈના કાર્યકર્તા છે અને ભીમા કોરેગાંવ મુદ્દા સાથે જોડાયેલા છે. સંતોષ ભારતીય જે જાણીતા પત્રકાર અને પૂર્વ સાંસદ છે અને અજમલ ખાન જે જાણીતા કાર્યકર્તા છે તેમનું વોટસએપ પણ હેક થયું હોવાની જાણકારી મળી રહી છે. આ ઉપરના તમામ લોકોના જણાવ્યા અનુસાર વોટસએપ દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી હતી.

Rehearsal of Kailash Kher, Parthiv Gohil at Motera stadium ahead of 'Namaste Trump' event tomorrow

FB Comments