શું BLACKBERRY બાદ WHATSAPP પણ થઈ જશે બર્બાદ ? સરકાર અને વૉટ્એસ વચ્ચે ‘ઠેરી’ ગઈ છે, સરકારની એક શરત નહીં માને, તો ભારતમાં BAN થઈ શકે છે WHATSAPP

Whatsapp to be banned in india
Whatsapp to be banned in india

જો આપ પણ એક WHATSAPP યૂઝર છે, તો આ ખબર આપને નિરાશ કરી શકે છે. ઇંસ્ટંટ મૅસેજિંગ એપ વૉટ્સએપ અને ભારત સરકાર વચ્ચે ગયા વર્ષથી જ ખેંચતાણ ચાલી રહી છે.

પરંતુ સરકાર અને FACEBOOKના માલિકી હેઠળની કંપની વૉટ્સએપની લડાઈ ટૂંકમાં જ ખતમ થવાની છે. તેના માટે સરકારે વૉટ્સએપ સામે કેટલીક શરતો મૂકી છે. જો વૉટ્સએપ સરકારની શરતો નહીં માને, તો ભારતમાં વૉટ્સએપ બંધ થઈ શકે છે.

ભારત સરકારની શું છે શરતો ?

ભારત સરકારે વૉટ્સએપ સામે ઘણી બધી શરતો મૂકી છે. તેમાંની એક શરત આ પણ છે કે કંપનીએ વૉટ્સએપ મૅસેજ વિશે સરકારને માહિતી આપવી પડશે કે કયો મૅસેજ ક્યાંથી વાયરલ થઈ રહ્યો છે અને તે મૅસેજ સૌપ્રથમ કોણે મોકલ્યો છે, પરંતુ વૉટ્સએપ આ શરત માનવા તૈયાર નથી.

READ  VIDEO: ઓડિશાને હચમચાવનારા ફાની બાદ ગુજરાત પર "વાયુ"નું સંકટ, ગાંધીનગરમાંથી ઓડિશા સરકાર પાસે માગી મદદ

વૉટ્સએપનું કહેવું છે કે તે ડિફૉલ્ટ રીતે એંડ-ટૂ-એંડ એનક્રિપ્શન ટેક્નિકનો ઉપયોગ કરે છે. એવામાં તે પોતે પણ મૅસેજ નથી વાંચી શકતી, કારણ કે એંડ-ટૂ-એંડ એનક્રિપ્શનનો મતલબ છે કે મૅસેજ મોકલનાર અને પ્રાપ્ત કરનાર વચ્ચે જ રહે છે.

આ અંગે એક સમાચાર એજંસી સાથે વાત કરતાં વૉટ્સએપના કૉમ્યુનિકેશન પ્રમુખ CARL WOOGએ કહ્યું કે સરકારના પ્રસ્તાવિત નિયમોમાંથી જે સૌથી વધુ ચિંતાનો વિષય છે, તે છે મૅસેજિસની તપાસ કરવા પર ભાર આપનારો નિયમ. કાર્લ વૂગ કહે છે કે આ ફીચર વગર વૉટ્સએપ કોઈ કામનું જ નહીં રહે અને તેની પ્રાઇવૅસી ખતમ થઈ જશે.

READ  2019માં આ મોબાઈલ ફોન પર બંધ થઈ જશે WHATSAPP,આ લીસ્ટમાં તમારો ફોન તો નથી ને, જાણો

એંડ-ટૂ-એંડ એનક્રિપ્શન હોવાના કારણે સરકાર માટે આ ભાળ મેળવવી મુશ્કેલ હોય છે કે અફવા ફેલાનાર મૅસેજ ક્યાંથી આવી રહ્યાં છે અને કોણ ફેલાવી રહ્યું છે. સરકારનું કહેવું છે કે વૉટ્સએપનો દુરુપયોગ અને હિંસા ફેલાવતા રોકવા માટે એક નિયમનું પાલન કરવું જ પડશે.

બીજી બાજુ વૉટ્સએપે આ પણ કહ્યું છે કે ભારતમાં ચૂંટણી પહેલા રાજકીય પક્ષો વૉટ્સએપનો દુરુપયોગ કરી રહી છે. જોકે કંપનીએ તે પાર્ટીઓનું નામ જણાવવાનો ઇનકાર કરી દીધો છે.

READ  આ ભારતીયે ફેસબુકમાં ખામી શોધી અને મેળવ્યા ₹1.10 લાખ રૂપિયા

અહીં આપને જણાવી દઇએ કે ભારતમાં વૉટ્સએપ યૂઝર્સની સંખ્યા 20 કરોડથી વધુ છે અને જો વૉટ્સએપ બંધ થઈ જશે તો સોશિયલ મીડિયામાં વૉટ્સએપ પર વ્યસ્ત રહેતા લોકોની મુશ્કેલી વધી જશે.

ડાટા શૅરિંગ મુદ્દે પર ભૂતકાળમાં ભારત સરકાર અને બ્લૅકબેરી કંપની વચ્ચે ઠેરી ગઈ હતી. બ્લૅકબેરીએ સરકારની શરત ન માની અને ભારતમાં આજે બ્લૅકબેરીનું કોઈ નામ લેવા વાળું નથી જડતું.

Ahmedabad: Case of slab collapse in Nikol pumping station; Company owner among 3 arrested

FB Comments