31 ડિસેમ્બર 2018 ના અડધી રાતથી જ આટલાં ફોન પર બંધ થઈ જશે WhatsApp, તમારી પાસે તો નથીને આ ફોન

WhatsApp દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી મેસેજિંગ એપ છે. ગૂગલ પ્લે સ્ટોર કે એપલ સ્ટોર આ બંને પ્લેટફોર્મ પીઆર કરોડો લોકો આ એપને ડાઉનલોડ કરે છે. પરંતુ લાંબા સમયથી WhatsAppનો ઉપયોગ કરી રહેલા યુઝર માટે ખરાબ સમાચાર આવ્યા છે.

શા માટે થશે બંધ ? 

31 ડિસેમ્બર 2018થી WhatsAppકેટલીક ઓપરેટિંગ સીસ્ટમ પર કામ કરતું બંધ થઈ જશે. પ્રારંભિક માહિતી અનુસાર Nokia S40 ઓપરેટિંગ સીસ્ટમના વપરાશ કરતાં લોકો પોતાના ફોનમાં WhatsApp ના નવા ફીચર ડેવલોપ કરી શકશે નહિ. એટલુજ નહિ Nokia S40 પર કામ કરતાં ફોનમાં WhatsApp કામ કરતું પણ બંધ થઈ શકે છે.

આ પણ વાંચો : ફેસબુક એકાઉન્ટ બંધ કરવા પર મળી શકે છે આટલાં રૂપિયા, તમે પણ બની શકો છો લખપતિ…

આ ઉપરાંત Android વર્ઝન 2.3.7 અને તેનાથી અગાઉની ઓપરેટિંગ સીસ્ટમ, iOS 7 અને તેનાથી જૂની ઓપરેટિંગ સીસ્ટમ પર કામ કરતાં iPhone પર પણ 1 ફેબ્રુઆરી 2020 થી WhatsApp કામ કરતું બંધ થઈ જશે.

WhatsApp તરફથી પોતાના નિવેદનમાં કહેવામા આવ્યું છે કે, કંપની આ જૂના પ્લેટફોર્મ પર કોઈ પણ નવા ફીચર ડેવલોપ કરશે નહી. જેના કારણે કેટલાક ફીચર આપમેળે જ બંધ થઈ જશે. કંપની નવા પોતના નવા ફીચર વધુમાં વધુ લોકો સુધી પહોચડવા માગે છે અને તેના માટે અમુક જૂના ફીચર પર કામ બંધ કરવામાં આવશે.

આ સ્થિતિમાં જો તમારી પાસે Nokia S40 અથવા તેના અગાઉનું ઓપરેટિંગ સીસ્ટમ છે તો તમારે WhatsApp નો ઉપયોગ કરવા માટે નવો ફોન લેવો પડી શકે છે. જો ઓપરેટિંગ સીસ્ટમ કંપની તમને અપગ્રેડ માટેનો ઓપ્શન આપે છે તો તમે ફરીથી તમારા જ ફોનમાં WhatsApp નો ઉપયોગ કરી શકશો.

અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે એટલેકે 31 ડિસેમ્બર 2017 પછી WhatsApp દ્વારા બ્લેક બેરી OS, બ્લેક બેરી 10, Windows phone 8.0 અને તેનાથી જૂના પ્લેટફોર્મ પર સેવા બંધ કરી દીધી હતી.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Congress leader Mohan Delkar rejects rumors of leaving party after attending PM Modi's program today

FB Comments

Hits: 17036

Comments are closed, but trackbacks and pingbacks are open.