આ દિવસ પછી જો તમે WhatsApp પર ધડાધડ મેસેજ કરશો તો તમારું એકાઉન્ટ થશે બંધ

whatsapp-to-take-legal-action

વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સેવા આપતા WhatsAppએ બલ્કમાં મેસેજ મોકલનારા લોકો સામે મોટો નિર્ણય લીધો છે. Whatsapp હવે એવા લોકોનું એકાઉન્ટ બંધ કરશે જેઓ રોજ એક સાથે બલ્કમાં એટલે કે એક સાથે વધારે મેસેજ મોકલે છે. કંપની આવા લોકો સામે કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે.

Whatsappએ તેના બ્લોગમાં કહ્યું છે કે તે લોકોના વોટસ એકાઉન્ટને બંધ કરશે જે અન્ય લોકોને બલ્કમાં સંદેશા મોકલે છે. 7 ડિસેમ્બર 2019 થી અમલમાં આવશે. કંપનીએ તેના બ્લોગમાં કહ્યું છે કે Whatsapp પર 90 ટકા મેસેજ ખાનગી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બલ્કમાં સંદેશા મોકલવાનુ ચલણ વધ્યું છે.

READ  લોકસભા 2019ની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતની વધુ 7 સીટોના ઉમેદવાર કર્યા જાહેર

આ પણ વાંચો: VIDEO: ‘વાયુ’ વાવાઝોડાના પગલે કંડલા પોર્ટ પર એલર્ટ, પોર્ટ નજીકના વિસ્તારમાંથી 3 હજાર લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર

મોટા ભાગના રાજકીય પક્ષો અને ડિજિટલ માર્કેટિંગ કરતા લોકો બલ્કમાં સંદેશાઓ મોકલે છે. આનાથી લોકો દ્વારા દરેક પ્રકારના ખોટા સમાચાર દરરોજ શેર કરવામાં આવે છે.આ રીતે, Whatsappનુ આ પગલું બલ્ક સંદેશાઓ અને બનાવટી સમાચારને રોકવામાં અસરકારક સાબીત થશે.

READ  આજનું રાશિફળ: આ રાશિના વિદેશ જવા ઈચ્‍છતા લોકો માટે આવી શકે છે સારા સમાચાર

Whatsappએ જણાવ્યું હતું કે જો એકાઉન્ટમાંથી 15 સેકંડમાં 100 સંદેશાઓ મોકલવામાં આવે તો બલ્ક મેસેજ માટે તે એકાઉન્ટને દોષી ગણવામાં આવશે અને તેનું એકાઉન્ટ બંધ થઈ જશે. ઉપરાંત જો એકાઉન્ટ બનાવવામાં આવ્યાના 5 મિનિટ પછી સંદેશો એક સાથે ઘણાં લોકોને મોકલવામાં આવશે તો પણ કંપની તેની સામે પગલાં લેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતમાં પહેલી સભા યોગી આદિત્યનાથની યોજવા પાછળ ભાજપની શું રણનીતિ છે?

બીજી બાજુ કંપની એવા એકાઉન્ટને પણ બંધ કરશે કે જે થોડા સમય પહેલાં બનાવવામાં આવ્યા હોય અને સતત તે એકાઉન્ટમાંથી મોટી માત્રામાં Whatsapp ગ્રુપ બનાવવામાં આવી રહ્યાં હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments