Whatsapp ગ્રુપ્સમાં ‘Frequently Forwarded’ મેસેજને કરી શકશો બ્લોક

Whatsapp ફેક ન્યૂઝ અને ખોટી માહિતીની વિરૂધ્ધ કડક પગલા લઈ રહ્યુ છે. છેલ્લા ઘણાં સમયમાં કંપનીએ તેના માટે ઘણાં નવા ફિચર્સ પણ લોન્ચ કર્યા છે.

ગ્રુપ યુઝર્સ માટે નવી પ્રાઈવસી સેટિંગ્સ પછી Whatsapp હવે એક નવું ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ નવું ફિચર ગ્રુપ માટે છે. તેનાથી યુઝર્સ ‘Frequently Forwarded’ મેસેજને બ્લોક કરી શકશે.

 

READ  VIRAL કેટલું રીઅલ ? IAS ટોપર યુવતીની તસવીરનું વાઈરલ સત્ય

Whatsapp 2 નવા ફિચર્સ પર પહેલાથી જ કામ કરી રહ્યુ છે. તેમાંથી યૂઝર્સ તે જાણી શકશે કે એક મેસેજ કેટલી વાર ફોરવર્ડ કરવામાં આવ્યો છે. નવા ફિચર ‘Forwaeding Info’ અને ‘Frequently Forwarded’ને હજી લોન્ચ નથી કર્યુ પણ તેને બીટા વર્ઝનમાં જોવામાં આવ્યા છે.

આ નવી પ્રાઈવસી સેટિંગ ખાલી ગ્રુપ એડમિન જોઈ શકશે અને નક્કી કરી શકશે કે આ પ્રકારના મેસેજને બ્લોક કરવો છે કે નહિ. આ ફિચર શરૂ થયા પછી ગ્રુપનો કોઈ પણ સભ્ય આ પ્રકારનો મેસેજ નહિ મોકલી શકે.

READ  VIDEO: સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતા મલીહા લોધીને કહ્યું, તમે ચોર છો લાયક નથી

આ ફિચરથી Whatsapp દ્વારા ખોટી માહિતીને ફેલાવવાથી રોકવા માટે મદદ જરૂર મળશે. નવી પ્રાઈવસી ફીચર ઈનેબલ કરવા માટે તમારે એન્ડ્રોઈડ કે ios એપ્લિકેશનના સેટિંગ્સ મેનૂમાં જવુ પડશે. ત્યાંથી અકાઉન્ટ-પ્રાઈવસી-ગ્રુપ્સને સિલેકટ કરવું પડશે. તેમાં તમને 3 વિકલ્પ મળશે, Nobody, My Contacts, Everybody તેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

 

Drainage water accumulated outside meeting premises of health dept officials, Rajkot

FB Comments