મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ ગેરેજમાં રહીને માત્ર રોટલી અને પાણી પર પસાર કર્યા છે દિવસો!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ફોબ્સૅ વર્લ્ડની 2019ના લિસ્ટમાં દુનિયાના 13માં સૌથી અમીર વ્યક્તિ છે. ત્યારે હાલમાં એક રિસર્ચ દ્વારા મુકેશ અંબાણી 10 સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં પહેલા ભારતીય છે.

પણ ઘણાં લોકોને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના 13માં સૌથી અમીર વ્યક્તિ, જે 2 બિલિયન ડૉલરના ઘરમાં રહે છે. ત્યારે એક સમયે તેમનો પરિવાર એક નાના રૂમમાં 8-9 સભ્યોની સાથે એક ચાલીમાં રહેતો હતો.

 

મુકેશ અંબાણીએ તેમના બાળપણની જુની યાદોની વાત કરતા કહ્યું કે તેઓ મુંબઈની એક ચાલીમાં સંયૂક્ત પરિવારમાં કેવી રીતે મોટા થયા અને કેવી રીતે રહેતા હતા. મુકેશ અંબાણીએ જણાવ્યું કે ભુલેશ્વરની જય હિન્દ એસ્ટેટ ચાલીમાં રહેતા હતા. તેઓ તે સમયે 4-5 વર્ષના હતા.

READ  કોણ છે આ ગુજરાતણ જેની સામે ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, નીતા અંબાણી જેવી સેલિબ્રિટીસને લંબાવવો પડે છે હાથ

તેમને જુની યાદોની વાત કરતા કહ્યું કે તેમના પિતા ધીરૂભાઈ અંબાણી ખુબ કડક સ્વભાવના હતા. એક સાંજે અમાર ઘરે મહેમાન આવ્યા હતા. તે વખતે મારી ઉંમર 11 વર્ષની હતી અને અનિલની ઉંમર 9 વર્ષની હતી. તે વખતે ઘરે આવેલા મહેમાનની સાથે અમે બંને ભાઈઓએ ખરાબ વર્તન કર્યુ હતુ.

મારી માતાએ મહેમાન માટે જમવાનું બનાવ્યુ હતુ તે અમે બંને ભાઈઓએ મહેમાનના જમતા પહેલા અમે જમી લીધુ હતુ. તે મહેમાન પહેલીવાર અમારા ઘરે આવ્યા હતા અને અમે બંને ભાઈઓ એક સોફાથી બીજા સોફા પર કુદી રહ્યા હતા. મહેમાન હતા તે છતા અમે અમારી મસ્તીમાં મસ્ત હતા.

READ  મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની ગર્લફ્રેન્ડે લગ્નમાં પહેર્યો 'ઉધારવાળો હિરાનો હાર', જાણો ઉધારમાં કેમ અને કોની પાસે લેવો પડયો હીરાનો હાર

તેના બીજા દિવસે મારા પિતાએ અમને બોલાવ્યા અને કહ્યું કે તમારે બંને ભાઈઓએ 2 દિવસ સુધી ગેરેજમાં રહેવાનું છે. જ્યાં સુધી તમારા વર્તનમાં સુધારો નહી આવે. અમારી માતાએ અમારા પિતાને વિનંતી કરી કે તેઓ 2 માસુમ બાળકો છે. અમે 2 દિવસ ગેરેજમાં રહ્યા હતા અને ફક્ત રોટલી અને પાણી પર 2 દિવસ પસાર કર્યા હતા અને ત્યારબાદ અમને અમારા વર્તનના લીધે પછતાવો થયો હતો અને અમારા બંને ભાઈઓ વચ્ચેનો સંબંધ વધ્યો હતો.

READ  ઈશા અંબાણીના લગ્નમાં મહેમાનોને ભોજન પીરસતા અમિતાભ બચ્ચનના વીડિયો પર કેમ અભિષેકે આપવી પડી સફાઈ?

 

Man blackmails girl with photos, booked | Ahmedabad - Tv9GujaratiNews

FB Comments