જ્યારે નેપાળમાં પણ વિનયે ન છોડી ઠગવૃત્તિ! TV9નો EXCLUSIVE રિપોર્ટ

લોકોની પરસેવાની કમાણી લૂંટનાર મહાઠગ વિનય શાહ તેની સાથી મિત્ર ચંદા થાપા સાથે નેપાળમાં તળાવમાં બોટિંગ કરતો!

260 કરોડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ વિનય શાહ કહાની રચવામાં પણ માસ્ટર છે. તેણે નેપાળ પોલીસને થાપ આપવા માટે એવી સ્ટોરી રજૂ કરી કે તે સાંભળીને નેપાળ પોલીસ પણ ઘડીભર માટે વિચારતી થઈ ગઈ કે શું તે સાચુ બોલી રહ્યો છે.? પરંતુ ઉલટ તપાસમાં તેનું જુઠ્ઠાણું પકડાઇ ગયું. નેપાળની એક હોટેલમાં વિનય શાહ સંતાઇને બેઠો હતો.

જુઓ VIDEO:

 

ધરપકડથી બચવા પહેલા તો વિનય શાહે નેપાળ પોલીસને લાંચ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ લાંચનો દાવ સફળ ન રહ્યો. તેવામાં વિનય શાહે પોલીસ સામે ઈમોશનલ કાર્ડ ઉતાર્યું. તેણે કહ્યું,

“મારી પત્ની મરી ગઈ છે. ચંદા સાથે લગ્ન કરવા આવ્યો છું.”

હિન્દી ફિલ્મના અનુભવ એક્ટરને ટક્કર મારે તેવા અંદાજમાં નેપાળની પોખરા પોલીસના અધિકારીઓ સમક્ષ વિનય શાહે આવો જ ઈમોશનલ ડાયલોગ બોલ્યો. 22 ડિસેમ્બરે હોટેલમાંથી ઝડપાયા બાદ છૂટવા માટે આ મહાઠગ જૂઠ્ઠાણાની માયાજાળ રચતો ગયો.

પણ વિનયની આ ખોટી વાતોનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ચંદાના મુખેથી પોલીસને બીજી જ કોઈ સ્ટોરી સાંભળવા મળી. ચંદાએ કહ્યું,

“કૌભાંડના આરોપથી ઘેરાયેલો વિનય આત્મહત્યા કરવા માગતો હતો તેથી તે તેને બચાવીને નેપાળ લાવી છે અને હવે તે સંત બનવા માગે છે.”

જોકે નેપાળ પોલીસને આ બંનેમાંથી કોઈની વાત પર ભરોસો ન બેઠો અને બંનેને હોટેલમાંથી પોલીસ સ્ટેશન લઈ ગઈ.

પોખરામાં આવેલી વૈભવી હોટેલ કુમારી ઈનમાં વિનય શાહ રોકાયો હતો અને ચંદા થાપા સાથે મોજ કરી રહયો હતો. 8 નવેમ્બરે જ વિનય અને ચંદા હોટેલ કુમારી ઈનમાં આવી પહોંચ્યા હતા તેમ હોટેલના મેનેજરે કબૂલ્યું.

આ પણ વાંચો: નેપાળ પોલીસને જોઈ પોપટની જેમ બોલવા લાગ્યો મહાઠગ વિનય શા

હોટેલના કર્મચારીઓનું માનીએ તો 8 નવેમ્બરે આવ્યા બાદ વિનય હોટેલના રૂમમાં જ ભરાઈને રહેતો. તે ભાગ્યે જ રૂમની બહાર નીકળતો. જ્યારે ચંદા હોટેલની બહાર આવ-જા ચંદા જ કરતી.

ગુજરાતમાં રૂ.260 કરોડનું કૌભાંડ કરી, લોકોની પરસેવાની કમાણી લૂંટનાર મહાઠગ વિનય શાહ તેની સાથી મિત્ર ચંદા થાપા સાથે નેપાળમાં તળાવમાં બોટિંગ કરતો અને રાત્રે બંને દારૂની મહેફિલ માણ્યા બાદ જ હોટેલ પરત ફરતા.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Pulwama Attack: Yuva Sena thrashes Kashmiri students in Maharashtra, video goes viral- Tv9

FB Comments

Hits: 261

Comments are closed, but trackbacks and pingbacks are open.