પહેલાં આ કારણ આપી મહિલાને પ્લેનમાં ન ચડવા દેવાઈ અને પછી એરલાઈન્સે માગી માફી!

થોમસ કૂક ઍરલાઈન્સે તેમની ઍરલાઈન્સના એક મુસાફર પાસે માફી માંગી છે. એમિલી નામની મહિલા મુસાફરનો દાવો હતો કે યોગ્ય કપડાં ના પહેરવાનું કારણ આપીને ઍરલાઈન્સના સ્ટાફે તેને મુસાફરી કરવાથી રોકી હતી.

એમિલીએ જણાવ્યું કે ઍરલાઈન્સ સ્ટાફે કહ્યું કે યોગ્ય કપડાં નથી પહેરવા તો ફલાઈટ છોડી દો. ટ્વિટર પર તેને લખ્યું કે ઍરલાઈન્સે કહ્યું કે મારા કપડાં યોગ્ય નથી જેના કારણે હું ઍરલાઈન્સમાં મુસાફરી નથી કરી શકતી.

મહિલાએ કહ્યું કે મારી આસપાસના મુસાફરોને મેં પૂછ્યુ કે શું મારા કપડાં યોગ્ય નથી તો કોઈએ જવાબ ના આપ્યો જેનાથી મને શર્મ આવી. ત્યારબાદ પાસેના એક વ્યકિતએ ગુસ્સમાં આવીને કહ્યું કે શું તમે ઉપર જેકેટ નથી પહેરી શકતા.

મહિલાએ વધુમાં જણાવ્યું કે મારા કઝીને મને જેકટ આપ્યું પણ જ્યાં સુધી મેં જેકેટ પહેર્યુ નહી ત્યાં સુધી ફલાઈટ સ્ટાફના લોકો ગયા નહી. ત્યારબાદ ઍરલાઈન્સે તપાસ કર્યા બાદ કહ્યું કે અમે આ ઘટના માટે માફી માગવા ઈચ્છે છીએ.

Ahmedabad: 2 youths burnt to death as bike catches fire on Bavla-Dholka road- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ હવે સતર્ક, આંતરરાજ્ય ચેક-પોસ્ટ પર 20 ટીમ કરી રહી છે ‘રાઉન્ડ ધ ક્લોક’ ચેકિંગ

Read Next

પતિએ પત્નીને માર મારીને દહેજની માગણી કરતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

WhatsApp chat