રાજકોટ કે વડોદરા ? ગુજરાતમાં AIIMS ક્યાં ઉભી કરવી તેનું કોકડું વધુ ગૂંચવાયું

AIIMS

AIIMS

અત્યાધુનિક સ્વાસ્થ્ય સંસ્થાન એઇમ્સ ગુજરાતને મળે તે માટે ઘણા વર્ષોથી માંગ થઈ રહી હતી ત્યારે મોડે મોડે ગુજરાતને એઇમ્સ મળશે તેવી જાહેરાત તો કેન્દ્ર સરકારે કરી દીધી પરંતુ હવે એઇમ્સ વડોદરાને આપવી કે રાજકોટને આપવી તે મુદ્દે કોકડું વધુ ગૂંચવાયું છે તેવા સમયે ગુજરાતની મુલાકાતે આવેલા એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે જરૂરિયાત, જમીન માળખું, સુવિધાઓને જોઈને એઇમ્સ ઉભી કરવામાં આવે છે.

AIIMS

રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે એઇમ્સ આવવાથી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુવિધાઓ મળશે જેને કારણે ગુજરાત અને આસપાસ ના રાજ્યોને ઘણો મોટો ફાયદો થશે અને આગામી સમયગાળામાં દરેક રાજ્યને એઇમ્સ મળશે તેવું જણાવ્યુ હતું.

જુઓ વીડિયો :

નિષ્ણાંતોના મત મુજબ ભૌગોલિક કે પર્યાવરણની દ્રષ્ટિએ વડોદરા કે તેની આસપાસનો વિસ્તાર સર્વશ્રેષ્ઠ વિસ્તાર ગણી શકાય કરણ કે વડોદરા મધ્ય ગુજરાતમાં હોવાથી રાજ્યના કોઈ પણ વિસ્તારના દર્દીઓ અને વિધાર્થીઓ માટે બહુ લાબું અંતર ના કહેવાય, એટલુંજ નહીં ગુજરાતના પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,અને રાજસ્થાનના જિલ્લાઓના લોકો પણ લાભ લઇ શકે છે અને જો સૌરાષ્ટ્રનો કોઈ વિસ્તાર પસંદ કરવામાં આવે તો તમામ માટે લાબું અંતર થઈ શકે, જોકે હાલ શાસક અને વિપક્ષમાં સૌરાષ્ટ્રનો દબદબો હોવાથી એઇમ્સ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સૌએ કાળજી લેવી પડશે કે રાજકીય હુંસાતુંસી કે પ્રાંતની લડાઈમાં ગુજરાતને ફાળવાયેલી એઇમ્સનો પ્રોજેકટ ખોરંભે ના ચઢી જાય.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=386]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

SC to hear Gujarat Congress's plea against EC's decision of bypolls on two Rajya Sabha seats

 

FB Comments

yunus.gazi

Read Previous

જાન્યુઆરી 2019માં થશે આ 8 મોટા ફેરફાર, આપની જિંદગી પર પડશે સીધી અસર!

Read Next

૩૧મી ડિસેમ્બરે દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા DGP શિવાનંદ ઝાએ કર્યા કડક આદેશ

WhatsApp પર સમાચાર