પ્રધાનમંત્રી આવાસમાં મોદીની સાથે રહે છે કેટલાક એવા ખાસ લોકો જેની સાથે બહારની દુનિયા નથી કરી શકતી વાતચીત, જુઓ Pics

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણાં એક્ટિવ રહે છે. વડાપ્રધાન અવારનવાર તેમની યાત્રાઓ અને વિવિધ લોકો સાથેની મુલાકાતોના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

પોતાની ટેવ પ્રમાણે ફરી એક વાર નરેન્દ્ર મોદીએ એક પોસ્ટ શેર કરી છે. અને આ વખતે તે પોતે ક્યાંય કોઈ ફોટોમાં નથી દેખાતા. પરંતુ પોતાના મિત્રોનો ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. અને આ દોસ્ત માત્ર તેમની મુલાકાત લેવા તેમની પાસે આવ્યા હોય તેવું નથી. પરંતુ આ તો એવા મિત્રો છે જે વડાપ્રધાનની સાથે તેમના જ આવાસમાં રહે છે.

આ મિત્રો માટે વડાપ્રધાન મોદીએ ખાસ વ્યવસ્થા પણ કરી છે. નરેન્દ્ર મોદીએ ત્રણ ફોટોગ્રાફ્સ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યાં છે. જેમાં તેમના મિત્રો મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યાં છે.

વડાપ્રધાને આ ફોટોસ શેર કરવાની સાથે એક પોસ્ટ પણ લખી છે. આ ફોટોગ્રાફ્સ પ્રધાનમંત્રી નિવાસ, એટલે કે 7, લોકકલ્યાણ માર્ગ સ્થિત આવાસની છે. આ ફોટોગ્રાફ્સ લોકોને ખૂબ પસંદ પડી રહી છે.

તેમણે જે ફોટોગ્રાફ્સ શેર કર્યાં છે તેમાંથી પહેલો ફોટો રંગબેરંગી ફૂલો અને છોડની વચ્ચે રહેલા મોરની છે.

બીજા ફોટોમાં એક મોટા ઝાડની નીચે બેઠેલા વાંદરા જોઈ શકાય છે. જે મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે.

 

વડાપ્રધાને જે ત્રીજો ફોટો શેર કર્યો છે તે પણ એક મોરની છે. જે શિયાળાની ઠંડીમાં તડકાની મજા માણી રહ્યો છે.

આ 3 ફોટોગ્રાફ્સ શેર કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું કે,

“હું ત્રણ દિવસની યાત્રાએ ગુજરાત અને મહારાષ્ટ્ર જઈ રહ્યો છું. હવે હું 7, લોકકલ્યાણ માર્ગ સ્થિત આવાસમાં હું મારા મિત્રોને 3 દિવસ બાદ મળીશ.”

આ પહેલા પણ વડાપ્રધાન પીએમ આવાસના વિવિધ ફોટોગ્રાફ્સ પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી ચૂક્યા છે.

7, લોકકલ્યાણ આવાસમાં યોગ કરતા વડાપ્રધાનનો ફોટો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ તો તેમના માતા હિરાબા જ્યારે પીએમ આવાસમાં રહેવા આવ્યા હતા તે સમયનો ફોટો પણ તેઓ શેર કરી ચૂક્યા છે.

 

Monsoon 2019: Mumbai wakes up to waterlogged roads, submerged tracks after heavy rains| TV9News

FB Comments

TV9 Web Desk3

Read Previous

મોદીના આ ‘શત્રુ’ને મળશે ‘મમતા’ની સજા, ભાજપે કહ્યું, ‘આવા લોકોએ પક્ષ અને પ્રજાના વિશ્વાસ સાથે દગો કર્યો છે’

Read Next

VIRAL કેટલું રિઅલ ? શું PM મોદી અદાણીની પત્નીને પ્રણામ કરી રહ્યા છે ?

WhatsApp પર સમાચાર