મહારાષ્ટ્રમાં મહાખેલ: જાણો કોણ છે દેવેન્દ્ર ફડણવીસને ફરી વખત મુખ્યપ્રધાન બનાવનારા અજીત પવાર?

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની વચ્ચે સરકાર બનાવવાની વાતચીતની વચ્ચે ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.

Image result for ajit pawar

 

આ સમગ્ર ઘટનામાં અજીત પવારની ભૂમિકા મહત્વની નજરે આવી રહી છે. NCP પ્રમુખ શરદ પવારનો ભત્રીજા 60 વર્ષીય અજીત પવારની રાજકીય સફર પર નજર કરવામાં આવે તો તે શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર છે. 1982માં પ્રથમવાર તેમને રાજનીતિમાં પગ મુક્યો. જ્યારે તે પ્રથમવાર કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીના સભ્ય બન્યા. 1991માં તે પુણે ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન બન્યા. 16 વર્ષ સુધી તે આ પદ પર રહ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારત પર થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ પોતાના નાગરિકોને આપી એક સલાહ, કહ્યું, "પાકિસ્તાન કે તેની નજીક જતાં પહેલા 2 વખત વિચારજો"

તે દરમિયાન તે બારામતીના સાંસદ પણ બન્યા. ત્યારબાદ તેમને શરદ પવાર માટે આ સીટ છોડી દીધી. જે 1992માં નરસિંહરાવ સરકારમાં સંરક્ષણમંત્રી બન્યા હતા. 1995, 1999, 2004 અને 2014માં તે બારામતી સીટથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા. અજીત પવાર પ્રથમવાર 1991માં સુધાકર નાઈકની રાજ્ય સરકારમાં મંત્રી બન્યા હતા. ત્યારબાદ જ્યારે 1993માં શરદ પવાર મુખ્યપ્રધાન બન્યા, ત્યારે અજીત પવારને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા.

READ  VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેએ માતૃભાષામાં શપથ ગ્રહણ કર્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2010માં અજીત પવારને કોંગ્રેસ-NCPની ગઠબંધન સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. સપ્ટેમ્બર 2012માં એક કૌભાંડને લઈ તેમને રાજીનામું આપવું પડ્યું. તેમની પાર્ટીએ એક શ્વેત પત્ર જાહેર કરી અજીત પવારને ક્લીનચિટ આપી. NCPના દબાણને 7 સપ્ટેમ્બર 2012ના રોજ તેમને ફરી વખત નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. હવે એક વખત ફરી અજીત પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં કેન્દ્રમાં છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 20થી વધુ ધારાસભ્યો અજીત પવારની સાથે છે.

READ  VIDEO: મહારાષ્ટ્રમાં આખરે કોની બનશે સરકાર? કિંગ મેકરની ભૂમિકામાં શરદ પવાર!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments