સૈનિકો માટે જે કામ સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પણ ન કરી શક્યા, તે કામ રાજસ્થાનના 44 વર્ષીય મુર્તઝા અલીએ કરી બતાવ્યું, 110 કરોડ રૂપિયાનું કરી દીધું દાન

રાજસ્થાનમાં કોટાના મૂળ નિવાસી મુર્તઝા અલીએ જાહેરાત કરી છે કે તેઓ શહીદોના પરિજનો માટે વડાપ્રધાન રાહત કોષમાં 110 કરોડ રૂપિયા આપશે.

 

પુલવામા આતંકી હુમલા બાદ આખા દેશમાંથી લોકો શહીદોના પરિજનોને આર્થિક મદદની સરવાણી વહી રહી છે, પરંતુ મુર્તઝાએ જે રકમ આપવાની જાહેરાત કરી છે, તેટલી રકમ કદાચ કોઈ દાનવીરે જાહેર નથી કરી.

મુર્તઝાએ 110 કરોડ રૂપિયા પીએમ રાહત કોષમાં આપવા માટે ગત 27 ફેબ્રુઆરીએ વડાપ્રધાન કચેરી (PMO)ને એક મેલ કર્યો હતો અને વડાપ્રધાનને મળવાનો સમય માંગ્યો હતો. મુર્તઝા પીએમ નરેન્દ્ર મોદીને મળીને 110 કરોડ રૂપિયાનો ચેક આપવા માંગે છે. પીએમઓએ જવાબી મેલમાં કહ્યું છે કે ટૂંક સમયમાં તેમની પીએમ સાથે મુલાકાત ગોઠવવામાં આવશે.

READ  હવે વિંગ કમાન્ડર અભિનંદનની શૌર્યગાથા સ્કૂલના બાળકોને ભણાવવામાં આવશે, પાઠ્યપુસ્તકમાં કહાણી સામેલ કરવા આ રાજ્યની સરકારે લીધો નિર્ણય

કોણ છે મુર્તઝા અલી અને કઈ રીતે 110 કરોડ રૂપિયા આપવામાં સક્ષમ છે ?

હાલમાં મુંબઈમાં વૈજ્ઞાનિક તરીકે એક ખાનગી કંપનીમાં કાર્યરત્ 44 વર્ષીય મુર્તઝા અલી કોટાના રહેવાસી છે અને જન્મથી નેત્રહીન છે. તેમનો અભ્યાસ કોટાની કૉમર્સ કૉલેજથી જોડાયેલો છે. તેમણે આ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યુ હતું. તેમનો પારિવારિક કારોબાર ઑટોમોબાઇલનો હતો, પરંતુ પોતે નેત્રહીન હોવાના કારણે આ ધંધામાં નુકસાન થઈ રહ્યુ હતું. એટલે તેમણે મોબાઇલ અને ડિશ ટીવી ક્ષેત્રે કામ શરુ કર્યું. વર્ષ 2010માં કોઈ કામે તેઓ જયપુર આવ્યા. તેઓ એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવી રહ્યા હતાં. તે જ દરમિયાન એક વ્યક્તિના મોબાઇલ પર કોઈનો ફોન આવ્યો. તે વ્યક્તિએ ફોન રિસીવ કરતા જ આગ લાગી ગઈ.

READ  અનિલ અંબાણીએ આખરે મોટાભાઈ મુકેશ અંબાણી આગળ હાથ લંબાવ્યો, RComને બચાવવા JIO પાસે માગી મદદ

આ પણ વાંચો : દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !

આ ઘટનાએ નેત્રહીન મુર્તઝાની આંતરિક આંખો ઉઘાડી નાખી. પેટ્રોલ પંપ પર ફોન રિસીવ કરવા દરમિયાન લાગેલી આગનું કારણ જાણવા માટે મુર્તઝાએ અભ્યાસ શરૂ કર્યો. આ અભ્યાસના તારણ તરીકે મુર્તઝાએ ફ્યુઅલ બર્ન રેડિએશન ટેક્નોલૉજી (FBRT)ની શોધ કરી. આ ટેક્નોલૉજી એટલી અદ્ભુત છે કે તેના વડે જીપીએસ, કૅમેરા કે અન્ય કોઈ પણ ઉપકરણની મદદ વગર જ કોઈ પણ વાહનને ટ્રેસ કરી શકાય છે. તેમના આ આવિષ્કારે તેમને મજબૂત આર્થિક બળ આપ્યો. હાલમાં મુર્તઝા અલી મુંબઈમાં એક ખાનગી કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે. એક કંપની સાથે થયેલા કરારથી મુર્તઝાને સારી એવી રકમ મળી છે.

READ  અમેરિકાની યાત્રા પર PM મોદીના વિમાનમાં આ ખામી સર્જાતા 2 કલાક સુધી ફ્રેન્કફર્ટમાં રોકાવવું પડ્યું
Oops, something went wrong.
FB Comments