ઈન્ટરનેટનો અસલી માલિક કોણ છે? Airtel, Vodafone જેવી કંપનીઓને કોણ આપે છે ઈન્ટરનેટ સેવા?

ઈન્ટરનેટ પહોંચાડવા માટે દુનિયાના બધા દેશોને કેબલ સાથે જોડી દેવામાં આવ્યા છે. ઈન્ટરનેટ માટે વપરાતા કેબલને ઓપ્ટીક ફાઈબર કેબલ કહેવામાં આવે છે. દુનિયામાં ઈન્ટરનેટ પહોંચાડવા માટે દરિયામાં ઈન્ટરનેટના આવા કેબલની માયાજાળ રચવામાં આવી છે.

આ કેબલ દ્વારા જ આપણને ઈન્ટરનેટ મળે છે. માત્ર 1 ટકા જ ઈન્ટરનેટની સુવિધા સેટેલાઈટના માધ્યમથી હાલ કાર્યરત છે.ફાઈબર ઓપ્ટિક કેબલમાં ઈન્ટરનેટને પ્રકાશની મદદથી મોકલવામાં આવે છે. આ કેબલ કાચની બનેલી હોય છે તેમજ ઘણીબધી કેબલમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્લાસ્ટિક પણ વાપરવામાં આવે છે. આ પ્રકારનો કેબલ ખૂબ જ નાજૂક હોય છે. ઈન્ટરનેટ કેબલની સુરક્ષા માટે તેની ઉપર અલગથી મજબુત પ્લાસ્ટિકના આવરણ લગાવવામાં આવે છે.

READ  જિયોએ કર્યો ફરી મોટો ધડાકો, આ 150 મોબાઈલમાં મળશે ફ્રી કોલિંગની સુવિધા

આ નાનકડા કેબલો સાથે જોડી જોડીને એક મોટો કેબલ તૈયાર થાય છે. તેમાં મનુષ્યના માથાના વાળ કરતાં પણ દસ ગણાં નાના હોય તેટલી સાઈઝના ઘણાંબધાં કેબલનો સમાવેશ થાય છે. આ એક કેબલની તાકાત એટલી હોય છે કે એકસાથે લાખો મોબાઈલ કોલને હેન્ડલ કરી છે.

પ્રકાશ જ કેમ ઈન્ટરનેટ કેબલમાં વાપરવામાં આવે છે તેનું કારણ એ છે કે પ્રકાશની ઝડપ સૌથી વધુ છે. પ્રકાશને એક છેડેથી કેબલમાં મોકલવામાં આવે છે તો તે થોડી જ વારમાં બીજા છેડે મળી જાય છે.

દુનિયામાં ઈન્ટરનેટનું માલિક કોણ છે?

દુનિયામાં ઈન્ટરનેટનું માલિક કોણ છે તેને ત્રણ વિભાગ પાડીને સમજવું પડશે. તેમાં ત્રણ પ્રકારની કંપનીઓનો સમાવેશ થાય છે.
પહેલી કંપનીઓ એ છે જેને વિશ્વના સમુદ્રમાં કેબલ ફેલાવ્યા છે જેમાં Sprint, Usa, PLDT, Centre net જેવી પ્રથમ શ્રેણીની કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ વિશ્વના દેશો સુધી ઈન્ટરનેટના કેબલ પહોંચાડે છે.
બીજા નંબર પર આવે છે વિવિધ દેશની કંપનીઓ જેવી કે TATA,Realince Jio. આ પહેલાં નંબરની કંપનીઓના કેબલથી ઈન્ટરનેટ લઈને તેને પોતાના દેશમાં પહોંચાડે છે. અંતિમ અને છેલ્લાં તબક્કામાં સ્થાનિક કંપનીઓ હોય છે જે દેશની કંપનીઓ પાસેથી ઈન્ટરનેટ લઈને ગ્રાહકોને તેની સેવા આપે છે.જેમ કે GTPL.

 

READ  દારૂની હેરાફેરીનો પર્દાફાશ! 2.55 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ, જુઓ VIDEO

[yop_poll id=830]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

No more 'Gully Cricket', police using drone cameras to keep eye on people gathering inside societies

FB Comments