કોણ છે પાયલોટ નચિકેતા અને તે કેવી રીતે 1999ના કારગીલ યુદ્ધમાં પાકિસ્તાની આર્મીના હાથે પકડાઈ જવા છતાં સલામત રીતે ભારત પાછા આવ્યા!

પાકિસ્તાન હાલ પોતાના સોશિયલ મીડિયામાં ભારતનો એક પાયલોટ પકડાયો તેવો દાવો કરી રહ્યું છે. ભૂતકાળમાં પણ ભારતના એક પાયલોટને પાકિસ્તાનની ધરતી પર ઉતરવું પડ્યું હતું.

20 વર્ષ પહેલાં પાકિસ્તાન અને ભારત વચ્ચે કારગીલ યુદ્ધ થયું હતું.  ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેના એકબીજા પર પોતાના લક્ષ્યાંકો રાખીને હુમલો કરી રહી હતી. તે દરમિયાન ભારતીય વાયુસેનાના એક પાયલોટ નચિકેતાએ પણ ભારતમાંથી પાકિસ્તાનમાં એર-હુમલો કરવા માટે એક ઉડાન ભરી. પાકિસ્તાનના અનેક ઠેકાણાને તબાહ કરતાં કરતાં નચિકેતા પાકિસ્તાનની ધરતી પર ઉડી રહ્યાં હતા.

READ  ભારતની એર સ્ટ્રાઇક સમયે જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં 300 મોબાઇલ હતા સક્રિય, પુરાવાને લઇને ટેક્નીકલ રિસર્ચ ટીમનો સૌથી મોટો દાવો

ભારતીય વાયુસેના તરફથી કારગીલ યુદ્ધમાં ઓપરેશન સફેદ સાગર ચલાવવામાં આવી રહ્યું હતું. પાયલોટ નચિકેતાએ પણ આ ઓપરેશન હેઠળ જ પોતાની ઉડાન ભારતીય વાયુસેનાના વિમાન મીગ-27 સાથે ભરી હતી. આ વખતે નચિકેતાની ઉંમર 26 વર્ષની હતી. અચાનક જ પાકિસ્તાના આકાશ પર મીગ-27 વિમાનનનું એન્જિન હવામાં જ બગડ્યું અને વિમાનમાં આગ લાગી ગયી. નચિકેતાને નાછૂટકે પાકિસ્તાનની ધરતી પર ઉતરવું પડ્યું.

READ  ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથની નિમણૂક કરાઈ, જસ્ટિસ અનંતકુમાર દવેની જગ્યાએ ચાર્જ લેશે

જ્યારે નચિકેતા પાકિસ્તાનની ધરતી પર ઉતર્યા ત્યારે પાકિસ્તાનની સેના દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી. ભારતનો પ્લાન શું છે વગેર માહિતી કઢાવવા માટે તેને માર મારવામાં આવ્યો અને માનસિક સાથે શારીરિક યાતનાઓ નચિકેતાને આપવામાં આવી. નચિકેતાએ પોતાના મોઢામાંથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં.

 

ભારત તરફથી પાકિસ્તાન પર દબાણ સતત લાદવામાં આવી રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય દબાણથી પાકિસ્તાને ભારતીય પાયલોટ નચિકેતાને આંતરરાષ્ટ્રીય કમીટી ઓફ રેડ ક્રોસને સોંપી દેવામાં આવ્યા. બાદમાં નચિકેતાને વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવ્યા હતા. નચિકેતા ભારત આવ્યા ત્યારે તેનું સ્વાગત જોર-શોરથી કરવામાં આવ્યું હતું.

READ  VIDEO: સીઝફાયર કરવું પડ્યું ભારે, ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓ કરી તબાહ

[yop_poll id=1854]

National Lockdown: Know what Kirtidan Gadhvi does during quarantine?

FB Comments