કોણ છે એ વ્યક્તિ જેને અરવિંદ કેજરીવાલને જાહેરમાં થપ્પડ મારી દીધી?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાહેરમાં થપ્પડ મારનાર યુવકની ઓળખ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલને એક રેલીમાં પ્રચાર વખતે શનિવારના રોજ યુવકે થપ્પડ મારી દીધી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીની લોકસભા સીટના મોતીનગર ખાતે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યાં હતા ત્યારે એક યુવકે આવીને તેમને થપ્પડ મારી દીધી હતી. આ પહેલી વખત નથી કે કેજરીવાલ પર હુમલો થયો હોય તેમની પર અગાઉ વિવિધ પ્રકારે 12 જેટલાં હુમલા થયા છે.

READ  કોલકાતા બાદ દિલ્હીમાં એકજૂટ થશે વિપક્ષ, AAPની મહારેલીમાં હાજર રહેશે આ દિગ્ગજ વિપક્ષી નેતાઓ

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્દિક બાદ દિલ્હીમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલને ખુલ્લી જીપમાં થપ્પડ, કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીના લોકોએ કર્યો હુમલો

પોલીસે આ યુવકની ધરપકડ અને તેનું નામ સુરેશ છે. સુરેશ કૈલાસ પાર્કમાં રહે છે અને તે સ્પેર પાર્ટનું કામ કરે છે. હાલમાં પોલીસે તેની અટકાયત કરી છે અને મોતીનગર પોલીસ સ્ટેશનમાં તેને લઈ જવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછ બાદ જ જાણી શકાશે છે કે 33 વર્ષના સુરેશે શા માટે એક મુખ્યમંત્રી પર પોતાનો હાથ ઉપાડ્યો?

READ  કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે એવો ક્યો છોડ વાવ્યો કે લોકોએ સોશિયલ મીડિયામાં ઉડાવી મજાક!

 

 

આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ સુરક્ષાનો ટોપલો મોદી સરકાર પર ઢોળી દીધો છે અને રોષ ઠાલવતા કહ્યું કે શું મોદી અને અમિત શાહી કેજરીવાલની હત્યા કરી દેવા માગે છે?

 

READ  નવા વર્ષની સાથે જાહેર થઈ શકે દિલ્હી ચૂંટણીની તારીખો, ECએ યોજી સમીક્ષા બેઠક

TV9 Headlines @ 7 PM: 25/1/2020| TV9News

FB Comments