નોકરી છોડી ક્રિકેટ કર્યું હતું પસંદ, હવે IPLમાં મળ્યા 8.4 કરોડ! જાણો કોણ છે આ રહસ્યમયી ક્રિકેટર?

IPL ઑક્શન 2019માં એક એવું નામ સામે આવ્યું છે જેનાથી સૌ કોઈ દંગ રહી ગયા. વરૂણ ચક્રવર્તી નામના એક સ્પિનરને આઈપીએલ નીલામીમાં 8.4 કરોડ મળ્યા. હર કોઈ હાલ તેમના વિશે ગૂગલ કરવામાં લાગ્યું છે કે આખરે કોણ છે આ રહસ્યમયી બૉલર કે જેને પહેલી નિલામીમાં જ આટલા બધા પૈસા મળી ગયા!

અમે તમને આઈપીએલના એ નવા બનેલા કરોડપતિ વિશે જણાવીશું કે જેને કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

IPL ઑક્શનની તમામ LIVE UPDATES માત્ર એક ક્લિક પર

ક્રિકેટ છોડીને આર્કિટેક્ટ બન્યા વરૂણ

તામિલનાડુમાં રહેતા વરૂણ ચક્રવર્તીએ સ્કૂલના સમયથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેમણે ક્રિકેટ રમવાનું છોડી દીધું કારણ કે તેઓ એમાં આગળ નહોતા વધી શકતા. તેના પછી 5 વર્ષ સુધી તેમણે આર્કિટેક્ટનો કોર્સ કર્યો અને ત્યારબાદ 2 વર્ષ નોકરી પણ કરી પરંતુ પથી એક દિવસ તેમણે નિર્ણય કર્યો કે હવે તે ક્રિકેટમાં પરત ફરશે.

દરરોજની 9થી 5ની શિફ્ટની નોકરીમાં તેમનું મન નહોતું લાગી રહ્યું અને ક્રિકેટર બનવાનું સપનુ તેમને સૂવા નહોતું દેતું. ત્યારબાદ તેઓ 25 વર્ષની ઉંમરે ક્રિકેટ ફીલ્ડ પર પરત ફર્યા અને સતત મહેનત કરતા રહ્યાં. ટેનિસ બૉલ ક્રિકેટના તેઓ મહારથી કહેવાય છે અને ત્યાંના વેરિએશન્સને તેઓ લેધર બૉલની ગેમમાં ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ આખરે નરેન્દ્ર મોદી પાસે કેમ કરી મદદની અપીલ?

TNPLમાં સૌની નજરમાં આવ્યા

વરૂણે સૌથી પહેલા પોતાની બૉલિંગનો કમાલ તામિલનાડુ પ્રીમિયર લીગમાં દેખાડ્યો હતો. 27 વર્ષના આ ખેલાડીએ જબરદસ્ત પોતાના જબરદસ્ત પર્ફોમન્સના દમ પર મદુરાઈ પેંથર્સને જીતાડ્યું. તામિલનાડુ પ્રીમિયર લીગમાં વરૂણે 4.7ના ઈકોનોમી રેટ સાથે બૉલિંગ કરી અને ફાઈનલ મેચમાં તો તેમણે પોતાના ક્વોટાની 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 2 વિકેટ ઝડપી લીધી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

વિજય હજારે ટ્રોફી દરમિયાન તેમણે 9 મેચીસમાં 22 વિકેટ લીધી અને ગ્રુપ સ્ટેજ સુધી સૌથી વધુ વિકેટ લેનારા બૉલર બન્યા. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની નેટ્સમાં વરૂણ ચક્રવર્તી બૉલિંગ કરી ચૂક્યા છે અને સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે તેમને ટ્રાયલ માટે બોલાવ્યા હતા. અને આખરે આઈપીએલની આ સીઝનના અત્યાર સુધીના મોંઘા ખેલાડીઓમાંના એક ખેલાડીમાં હવે વરૂણનો સમાવેશ થાય છે.

IPL ઑક્શનની તમામ LIVE UPDATES માત્ર એક ક્લિક પર

[yop_poll id=275]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Bhavnagar youths quite satisfied with exit polls predictions- Tv9

FB Comments

TV9 Web Desk3

Read Previous

અનામત અને શહીદ પરિવારોને ન્યાય અપાવવા SPG દ્વારા કાઢવામાં આવી પાટીદાર ન્યાયયાત્રા

Read Next

છેલ્લા પાંચ વર્ષમાં માત્ર બે વખત યોજાયો ગુજરાત સરકારનો ચેક વિતરણ સમારોહ, છતાં કરાઈ ધૂમધામ

WhatsApp chat