દિલ્હી વિધાનસભા ચૂંટણી: કેજરીવાલની ભાજપમાંથી કોણ લડશે? આ નામો પર ચર્ચા

Delhi Election 2020 Know who is camdidate of Bjp against kejriwal

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેને લઈને ભાજપે પણ આમ આદમી પાર્ટી બાદ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી માત્ર 57 ઉમેદવારોના જ નામ જાહેર કર્યા છે. જો કે ભાજપની આ યાદીમાં દિલ્હી ચૂંટણીની મોટી ટક્કર વિશે ખૂલાસો કરવામાં આવ્યો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં મિલકત અને વાહન વેરામાં વધારાની દરખાસ્ત સૂચવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બાલાકોટ એરસ્ટ્રાઈક કરનાર 5 પાયલોટને મળશે વાયુસેના મેડલ

 

 

કોણ લડશે કેજરીવાલની સામે!
કેજરીવાલની સરકાર પરત આવી રહી છે તેવી જાણકારી પોલના આધારે મળી રહી છે. કેજરીવાલ અને ભાજપ આ ચૂંટણી કામના આધારે લડવા માગે છે. જો કે કેજરીવાલે તો જાહેરાત કરી દીધી કે તેઓ નવી દિલ્હીથી લડશે પણ તેની સામે ભાજપમાં કોણ પડકાર ફેંકશે? આ મોટા સવાલનો જવાબ ભાજપના ઉમેદવારની યાદીમાં જોવા મળ્યો નથી. આનો અર્થ એમ થયો કે ભાજપે નવી દિલ્હીથી કોણ લડશે તેની જાહેરાત કરી નથી.

READ  ભારત અને બાંગ્લાદેશની મેચ પછી ગ્રાઉન્ડ પર જોવા મળ્યો ઈમોશનલ સીન, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેજરીવાલની સામે ઉતારવા કયા નામ પર થઈ રહી છે ચર્ચા?
આમ આદમી પાર્ટીની નેતા જ રહેલાં અને બાદમાં ભાજપ સાથે જોડાયેલા કપિલ મિશ્રાના નામ પર ચર્ચા થઈ રહી છે. જો કે કપિલ મિશ્રા કેજરીવાલ સામે લડવા માટે તૈયાર નથી. ભાજપની પાસે કેજરીવાલની સામે બીજું હથિયાર નુપુર શર્મા છે. જો કે આધિકારીક રીતે જાહેરાત થયા બાદ જ જાણી શકાશે કે કેજરીવાલને નવી દિલ્હીની સીટ પરથી ભાજપમાંથી કોણ ટક્કર આપશે?

READ  એરપોર્ટ પર 2 ચીની નાગરિકો ખોટી રીતે ઘુસણખોરી કરતા ઝડપાયા, કરી ધરપકડ

 

Oops, something went wrong.
FB Comments