ભારત માતાની જય બોલશે તે જ દેશમાં રહેશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

whoever-says-bharat-mata-ki-jai-will-live-in-the-country-statement-of-union-minister-dharmendra-pradhan

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદન આપ્યું છે અને તેના લીધે રાજકારણ ગરમાયું છે. હાલમાં દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ અને સમર્થન રેલીઓ થઈ રહી છે. આ અંગે વાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે શું અમે દેશને ધર્મશાળા બનાવી દઈએ? આ માટે ભારતમાં ભારત માતા કી જય કહેવા માટે જે તૈયાર રહેશે તે જ આ દેશમાં રહી શકશે. આ નિવેદન ધર્મેન્દ્ર પ્રધાને પૂણેમાં એબીવીપીના 54માં સંમેલનને સંબોધિત કરતા આપ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   BSP ધારાસભ્યે CAA કાયદાનું સમર્થન કર્યું તો માયાવતીએ પાર્ટીમાંથી હટાવી દીધા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતમાં કઈ APMCમાં મગફળીના રહ્યા ભાવ બમણા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

 

 

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં દેશમાં એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરનારાઓને પણ એક સવાલ કર્યો. જેમાં તેઓએ પૂછ્યું કે શું આ લોકો દેશને ધર્મશાળા બનાવવા માગે છે? શું ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝનું બલિદાન બેકાર જશે? ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝે આઝાદી માટે પોતાનું આખું જીવન કુર્બાન કરી દીધું.

READ  IPL માં આવી શકે છે 2 નવી ટીમો, 4 ફ્રેન્ચાઇઝી છે રેસમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેઓએ વધુમાં ઉમેર્યું કે શું આ લોકોએ આઝાદીની લડાઈ એટલા માટે લડી હતી કે 70 વર્ષ બાદ દેશ આ બાબતે વિચાર કરે કે નાગરિકતા ગણવામાં આવે કે ન આવે? શું આપણે આ દેશને ધર્મશાળા બનાવીશું? આપણે આ મુદા પર અડચણોને સ્વીકાર કરવી જોઈશે.

READ  સુરતના લીંબાયત વિસ્તારમાં યુવકની છરી મારીને હત્યા, સમગ્ર ઘટનાના થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments