Maratha Reservation_Tv9

આખરે 38 વર્ષો બાદ કેમ મરાઠાઓને અનામત આપવા સરકારે ઝૂકવું પડ્યું ?

મહારાષ્ટ્રમાં વસતા મરાઠા સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વર્ષોથી અનામતની માગ કરી રહેલા મરાઠા સમાજને અનામત આપવા માટેનો ખરડો વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો.મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને કેબિનેટની મંજૂરી બાદ આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં બિલ રજૂ કર્યું.

ફડણવીસે મોટો દાવ ખેલતા પછાત વર્ગ આયોગની ભલામણના આધારે 16 ટકા મરાઠા અનામતનું બિલ રજૂ કર્યું જે ધ્વનિ મતથી પસાર થઇ ગયું. મરાઠા અનામત માટે વિશેષ કેટેગરી SEBC બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 76 ટકા મરાઠી લોકો ખેતીવાડી અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે. તો માત્ર 6 ટકા લોકો જ સરકારી કે અર્ધસરકારી નોકરી કરે છે.

ક્યારથી હતી માંગણી?

એક તરફ ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનમાં પણ લાંબા સમયથી પાટીદાર અનામતની માંગણી કરી રહ્યું છે ત્યારે નોંધનીય છે કે મરાઠામાં અનામતની માંગણી 1980ના દાયકાથી ચાલી રહી છે. 1980 માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારથી માંગણી ઊઠી રહી છે. છેલ્લા 38 વર્ષમાં મોટેભાગે રાજ્યમાં કોંગ્રેસની સરકાર રહી છે. માત્ર 1995માં જ શિવસેનાની સરકાર બની હતી અને 2014માં જ્યારે ભાજપ અને શિવસેનાની સરકાર બની છે ત્યારે આ મુદ્દા પર ફરી એક વખત વાતચીતનો દોર શરૂ થયો છે.

કેટલાં માપદંડો પર રહી નજર ?

આ માટે રાજ્યના પછાત અયોગ દ્વારા 25 વિવિધ માપદંડો પર મરાઠાઓને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક આધાર પર પછાત હોવા માટે તપાસ કરવામાં આવી છે. તમામ માપદંડો પર મરાઠાઓની સ્થિતિ આર્થિકથી લઇ તમામ પાસાઓ પર નબળી જોવા મળી છે. આ માટે 43 હજાર પરિવારો પર સર્વે કરવામાં આવ્યો છે. જેના માટે 2 કરોડથી વધુ વિચારો સરકાર પાસે પહોંચ્યા હતા.

આ પહેલાં 2016માં મરાઠા આરક્ષણે હિંસક રૂપ ધારણ કર્યું હતું. જેમાં આશરે 58થી વધુ પ્રદર્શનો થયા હતા. જેના પર પછી કોર્ટે દખલ કરી લાંબા સમયથી અટકી ગયેલા મરાઠા સમાજની માંગણીને માટે રાજ્યની પછાત આયોગને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ ચકાસીને અનામત આપવા માટેનું સૂચવ્યું હતું.

શું છે આંકડાકીય માહિતી?

62.78 ટકા મરાઠા ખૂબ જ નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો છે. એટલું જ નહીં 60 થી 65 ટકા તો એવા પણ છે જેઓ હજી પણ માટીના મકાનમાં રહે છે. તેમજ મહારાષ્ટ્રમાં જે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તેમાં પણ આ વર્ગ સૌથી આગળ છે. હાલમાં પછાત વર્ગ આયોગ દ્વારા મરાઠાઓને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  જો તમે એમેઝોન ALEXA ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરથી આ VIDEO જુઓ નહીંતર તમારો થશે ફિયાસ્કો

જો કે અગાઉ જ્યારે 1980માં મંડલ આયોગનો રિપોર્ટ સામે આવ્યો ત્યારે મરાઠાઓને પછાત જાતિઓમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. જે પછી મરાઠાઓના દબાણમાં જ્જ આરએમ બાપટના અધ્યક્ષતામાં એક આયોગ બનાવ્યો અને 2008માં રિપોર્ટ આપ્યો હતો. જે પછી બાપટ આયોગે 4 સામે 2 મતથી મરાઠાઓને પછાત મનાવાની ના પાડી હતી.

કેટલા ટકા છે વસ્તી?

રસપ્રદ વાત એ પણ છે કે મરાઠા જાતિ રાજ્યના શાસનમાં મોટો ભાગ રાખે છે. 1962 થી 2004 સુધીમાં 2400થી વધુ ધારાસભ્યો ચૂંટાય આવ્યા છે, જેમાંથી 1356 એટલે કે 54 ટકા ધારાસભ્યો મરાઠા છે. જ્યારે રાજ્યમાં મરાઠાઓની વસ્તી 33 ટકા છે. એટલું જ નહીં રાજ્યમાં 54 ટકા શૈક્ષણિક સંસ્થાનો, આશરે 80 ટકા ખાંડની મીલો અને 71 ટકા સહકારી સંસ્થાનો પર મરાઠીઓનું પ્રભુત્વ રહેલું છે. હવે સરકારની નવી નીતિ પ્રમાણે આ નિર્ણય યોગ્ય છે કે માત્ર રાજકીય નાટક તે આગામી સમયમાં ખબર પડશે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Lata Mangeshkar showers blessings on Isha Ambani and Anand Piramal, sends voice recording

FB Comments

Hits: 170

Comments are closed, but trackbacks and pingbacks are open.