જાણો કેમ અમેરિકાની જાસૂસી સંસ્થા FBIને અમદાવાદ આવવું પડ્યું?

તાજેતરમાં અમદાવાદના સોલા વિસ્તારમાં બે નકલી કોલ સેન્ટર ઝડપાયાં. આ કોલ સેન્ટરમાં અમેરીકી નાગરીકો પાસેથી પણ પૈસા પડાવવામાં આવતાં જેને લઈને પોતાના નાગરીકોના ડેટા મેળવવા માટે અમેરીકી જાસૂસી સંસ્થા ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન(FBI)ના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતાં.

સોલામાં બે નકલી કોલ સેન્ટરને અમદાવાદ પોલીસે પકડી પાડ્યાં હતા. થોડા સમય બાદ બંને કોલ સેન્ટરના મુખ્ય સુત્રધારોને પણ પોલીસની ઝડપમાં આવી ગયાં હતાં. આ બંનેમાંથી એકના નામે અમેરીકામાં રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી હતી અને તેની ધરપકડ થવાથી તેમજ પોતાના નાગરીકોના ડેટા પાછા મેળવવા માટે FBIના અધિકારીઓ અમદાવાદ પહોંચી ગયાં છે.

 

 

એફબીઆઈના અધિકારી શોએબ દાઉદ અમદાવાદ ખાતે આવ્યાં હતા અને તેમને અમેરીકાના સંવેદનશીલ નાગરિકોનો ડેટા સાથે કોલની લિસ્ટ આપવામાં આવી હતી. સોલાના કોલ સેન્ટરના આરોપીઓ રોજ બે હજાર જેટલાં કોલ કરીને પોતાની ઓળખાણ એક જાસૂસી અધિકારી તરીકે આપતાં અને ત્યાંના નાગરીકો પાસેથી પૈસા પડાવતાં. ટેકસ અંગેના વિવિધ પ્રશ્નો અને ધમકી આપીને આ લોકો અમેરિકી નાગરીકોને વોલેટ અને ઈન્ટરનેટના માધ્યમથી પૈસા મોકલવાનું કહેતાં. આ પકડાયેલાં કોલ સેન્ટર પાસે અમેરીકાના નાગરીકોનો ડેટા હતાં જેના દ્વારા તેઓ વિશેષ સોફ્ટવેરની મદદથી અમેરીકા કોલ કરીને પૈસા પડાવી લેતાં.

[yop_poll id=1290]

Ahmedabad: Money lender held for harassing borrower- Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

રાફેલ મામલે કોંગ્રેસે હવે અપનાવ્યો ધાક ધમકીનો રસ્તો, ધ્યાન રાખજો અમે પણ સત્તામાં આવી શકીએ છીએ !

Read Next

પ્રિયંકાની આજથી ફુલટાઇમ એન્ટ્રી, મહામંત્રી બન્યા બાદ પહેલી વાર રાહુલ સાથે પહોંચી રહ્યા છે યૂપી, લખનઉમાં જોરદાર તૈયારીઓ

WhatsApp chat