હવે અમદાવાદમાં દેશના ‘આર્મી મેન’ પણ સુરક્ષિત નથી, જાણો આવું કેમ કહેવું પડી રહ્યું છે?

આર્મીમેન સુરક્ષિત નથી રહ્યા. સાંભળીને નવાઈ લાગશે પણ આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે 27 જાન્યુઆરીએ એક આર્મીમેન લૂંટાયો છે. જે કેસમાં શહેરકોટડા પોલીસે 3 શખ્સોની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

27 જાન્યુઆરીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક આર્મીમેને ફરિયાદ આપી હતી કે તે રાજસ્થાન તરફ પોતાની ફરજ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કાલુપુરથી કલાપીનગર જતી વખતે રીક્ષા ચાલક અને રીક્ષામાં સવાર બે શખ્સો તેને ચામુંડા સ્મશાન પાસે લઇ ગયા અને છરી બતાવી આર્મીમેન પાસેથી બે મોબાઈલ,જરૂરી દસ્તાવેજ તેમજ આઈકાર્ડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે અંગે આર્મીમેને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદ આધારે પોલીસ આરોપીની શોધખોળ શરૂ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આરોપીઓ મળી આવ્યા. જેમાં પોલીસે સદામ ઉર્ફે સિદ્ધુ વ્હોરા. મૂળ મહેમદાબાદ અને વટવાનો રહેવાસી. બીજો મકસુંદ ઉર્ફે સાહિલ ઉર્ફે બચ્ચો શેખ અને નવરંગખાન ઉર્ફે મુન્ના પઠાણ જે બન્ને ખેડાના રહેવાસી છે. પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા બંનેએ પોતાનો ગુનો કબુલયો હતો. આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ મળી આવ્યો.

 

READ  VIDEO: ડુંગળી, બટાકા, લસણ બાદ પામોલિન મોંઘુ, તેલના ભાવમાં 35 ટકાનો તોતિંગ વધારો

પોલીસે વધુ પૂછપરછ કરતા પકડાયેલ આરોપીમાં ગુના સમયે સદામ રીક્ષા ચલાવતો હોવાનું સામે આવ્યું. તેમજ ત્રણે આરોપીએ દાણીલીમડા વિસ્તારમાંથી રીક્ષા ચોરી કર્યાનું પણ ખુલ્યું છે. એટલું જ નહીં સાથે જ સદામ અગાઉ 2010 માં મહેમદાવાદમાં 307 કલમના ગુનામાં. 2011 અને 12ના વર્ષમાં મણિનગરમાં પ્રોહીબિશનના ગુનામાં,  2014માં ખેડામાં લૂંટના ગુનામા, 2015માં કાલુપુર રેલવે ચોરીના ગુનામા અને 2017માં ફરી કાલુપુર રેલવે ચોરીમાં ગુનામાં પકડાયેલો હોવાનું સામે આવ્યું છે.

READ  અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાં તપાસ અને વિવાદ મુદ્દે પહેલીવાર નિત્યાનંદે આપ્યું નિવેદન

[yop_poll id=1461]

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192