રાજ્યસભામાં SPG બિલ થયું રજૂ, ગૃહમંત્રી અમિત શાહના ગાંધી પરિવાર પર આકરા પ્રહારો

Why concern only for Gandhis? govt to secure every Indian’: HM Amit Shah in Rajya Sabha | Tv9

SPG બિલ રાજ્યસભામાં પસાર થવા જઈ રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે ગાંધી પરિવાર પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે કહ્યું કે એસપીજી એક્ટમાં આ પહેલું સંશોધન નથી. આ પહેલાં પણ 4 સંશોધન કરવામાં આવ્યા. હું એક વાત નિશ્ચીત રીતે કહીં શકું છું કે આ 4 સંશોધન એક પરિવારને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   VIDEO: મુંબઈમાં આધેડે કર્યો આપઘાતનો ડ્રામા! ગળે ફાંસો લગાવી બ્રિજ પરથી મારી છલાંગ !

ઉપરાંત તેઓએ કહ્યું કે પરિવારનો વિરોધ નથી પણ પરિવારવાદનો વિરોધ છે. ગાંધી પરિવારની સુરક્ષા હટાવવામાં આવી નથી, સુરક્ષા બદલવામાં આવી છે. આ લોકતંત્ર છે અને એસપીજી સુરક્ષા વડાપ્રધાન માટે છે. એસપીજી બિલને ગાંધી પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. એસપીજી સુરક્ષા કોઈ સ્ટેટસ સિમ્બોલ નથી.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોને આકસ્મિક ધનલાભ થવાથી ચિંતાઓ હળવી થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાદ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂક થઈ તે બાબતે પણ અમિત શાહે જવાબ આપ્યો. તેઓએ કહ્યું કે અમને જાણકારી મળી હતી કે રાહુલ ગાંધી આવવાના છે. રાહુલ ગાંધીના બદલે પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ આવી ગયા. અમે આ બાબતે તપાસ કરી રહ્યાં છીએ અને ત્રણ કર્મચારીને પણ સસ્પેન્ડ કરી દીધા છે.

READ  પોળમાં પતંગ ચગાવવાનું તમારું અધૂરું સપનુ આ ઉત્તરાયણ પર થશે પૂરું, પતંગ-દોરી સાથે ઉંધિયુ-પૂરી અને ડીજેની મજા પણ, VIDEO

'Rape in India' remark: BJP demands apology; Rahul refuses | Tv9GujaratiNews

FB Comments