વાંચી લો આ ખબર કે કેમ તમારો પાર્ટનર દારૂ પીધા બાદ બોલવા લાગે છે English?

યુનિવર્સિટી ઑફ લીવરપૂલ, બ્રિટનની કિંગ્સ કૉલેજ અને નેધરલેન્ડ્સની યુનિવર્સિટી ઑફ માસ્ટ્રિચના શોધકર્તાઓએ શોધ કરીને આખરે એ શોધી જ નાખ્યું કેમ દારૂ પીતા જ ઘણાં લોકો અંગ્રેજી બોલવા લાગે છે.

તમે ઘણી વાર જોયું હશે કે કેટલાંક લોકો સામાન્ય રીતે અંગ્રેજી બોલવામાં ખચકાય, પણ ક્યારેક સડસડાટ અંગ્રેજી બોલવા લાગે. જોકે, મોટા ભાગે આવું ત્યારે થાય છે જ્યારે તે વ્યક્તિએ દારૂનું સેવન કરેલું હોય.

ભારતમાં લોકો મજાક મજાકમાં કહેતા હોય છે કે અંગ્રેજી દારૂના સેવનથી અંગ્રેજી ધારાનો પ્રવાહ પણ નીકળવા લાગે છે. પણ જો અમે તમને એમ કહીએ કે આ વાત સાચી છે, તો કદાચ તમે અમારા પર  વિશ્વાસ નહીં કરો.

પરંતુ હાલમાં જ થયેલા એક અધ્યયનમાં એ સાબિત થયું છે કે દારૂનું થોડું પ્રમાણ તમને અન્ય ભાષાઓ બોલવામાં ઘણી મદદ કરે છે.

યુનિવર્સિટી ઑફ લીવરપૂલ, બ્રિટની કિંગ્સ કૉલેજ અને નેધરલેન્ડ્સન યુનિવર્સિટી ઑફ માસ્ટ્રિચના શોધકર્તાઓએ તેના પર શોધ કરી. જેમાં સામે આવ્યું કે થોડો દારૂ પીવાથી લોકોની લિંગુઈસ્ટિક પ્રોફિશિઅન્સી (ભાષાઈ દક્ષતા) વધી જાય છે. શોધકર્તાઓએ ડચ ભાષા શીખતા જર્મન લોકોના એક સમૂહને પસંદ કર્યો. આ લોકોમાંથી થોડાંક લોકોને સર્વ કરાયેલા ડ્રિંકમાં એલ્કોહોલ હતું અને કેટલાંક લોકોની ડ્રિંકમાં એલ્કોહોલ નહોતું અપાયું.

લોકોમાં ન દેખાયો ખચકાટ

ત્યારબાદ જર્મન લોકોના આ સમૂહને નેધરલેન્ડ્સના લોકો સાથે ડચ ભાષામાં વાત કરવાનું કહેવાયું. શોધમાં જાણવા મળ્યું કે જે લોકોના ડ્રિંકમાં એલ્કોહોય હતું તેમણે શબ્દોનું સાચું ઉચ્ચારણ કર્યું અને ભાષાના પ્રયોગ દરમિયાન તેમનામાં કોઈ ખચકાટ ન હતો. તેઓ ખુલીને ડચ ભાષામાં વાત કરી રહ્યાં હતા.

આ પણ વાંચો : હવે કેમેરા નહીં, ‘ચિપ’વાળો સ્કૂલ યુનિફોર્મ રાખશે બાળકની દરેક હરકત પર નજર, ‘ચિપ’વાળા સ્કૂલ યુનિફોર્મની કિંમત માત્ર રૂ.1,500!

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

શોધકર્તાઓએ એ પણ કહ્યું કે તેમને તેમના વજન પ્રમાણે, ઓછા પ્રમાણમાં એલ્કોહોલ આપવામાં આવ્યો હતો. શોધકર્તાઓએ જણાવ્યું કે આ પરિણામ તેમને ઓછા પ્રમાણમાં દારૂ આપ્યા બાદ મળ્યા છે.

દારૂથી થાય છે આડઅસર

સામાન્ય રીતે લોકો બીજી ભાષા બોલવામાં મુશ્કેલી અનુભવે છે પરંતુ આ શોધમાં માલૂમ પડ્યું કે થોડો દારૂ પીધા બાદ લોકો બીજી ભાષાનો ઉપયોગ સારી રીતે કરી શકે છે. આ અધ્યયન સાયન્સ મેગેઝિન જર્નલ ઑફ સાઈકોફાર્માકોલોજીમાં છપાયું છે.

આ અધ્યયનમાં જાણવા મળ્યું કે થોડો દારૂ તમારો ખચકાટ દૂર કરી દે છે અને આત્મવિશ્વાસ વધારે છે. સાથે જ સામાજિક વ્યવહારમાં સંકોચ પણ દૂર કરી દે છે.

જોકે તમને એ પણ કહી દઈએ કે દારૂ પીવાની આડઅસર તમારા શરીર પર થતી હોય છે. દારૂના સેવનથી તમારી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે.

Disclaimer: We do not encourage anybody to consume alcohol.

[yop_poll id=359]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad : Sinkhole opens up near Swastik cross road, Amraiwadi | Tv9GujaratINews

FB Comments

TV9 Web Desk3

Read Previous

હવે કેમેરા નહીં, ‘ચિપ’વાળો સ્કૂલ યુનિફોર્મ રાખશે બાળકની દરેક હરકત પર નજર, ‘ચિપ’વાળા સ્કૂલ યુનિફોર્મની કિંમત માત્ર રૂ.1,500!

Read Next

મુંબઈમાં 15 માળની ઇમારતમાં ભીષણ આગ, 4 સીનિયર સિટિઝન સહિત 5ના મોત : જુઓ આગની ઘટનાનો Video

WhatsApp પર સમાચાર