જાણો ભારતમાં કેમ 20 નવેમ્બરના બદલે 14 નવેમ્બરે મનાવવામાં આવે છે બાળ દિવસ!

14મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભારતભરમાં ઉજવવામાં આવે છે. 1957ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી જ ચાચા નહેરૂ લાલ ગુલાબ સાથે અમનના શાંતીદૂત પણ કહેવાયા.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ જીભ પર અને ખાનાપાનમાં વિશેષ સંયમ રાખવો

બાળ દિવસ ઉત્સવનું આયોજન દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોના મહત્વને દર્શાવે છે. સાથે જ આ દિવસે બાળ અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે. એ ખૂબ જરુરી છે કે બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ, સંસ્કાર મળે કારણકે બાળકો દેશનું ભવિષ્ય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વતન વાપસી છતાં ઘરથી માઇલો દૂર છે અભિનંદન ! કેટલો સમય લાગશે ફરી આકાશમાં ઉડવામાં ? અહીં જાણો હવે શું-શું થશે અભિનંદન સાથે ?

UN દ્વારા 20 નવેમ્બર 1954 ના રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી અને ભારતમાં પંડિત જવાહરલાલ નહેરુના નિધન પહેલા 20 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવતો હતો. પરંતુ 27 મે 1964 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ બાળકો પ્રત્યે તેમના પ્રેમને જોતા સર્વસંમતિથી એ નિર્ણય થયો કે હવેથી દર વર્ષે 14 નવેમ્બરના રોજ ચાચા નહેરુના જન્મ દિવસ પર બાળ દિન મનાવવામાં આવશે. ત્યારબાદ દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે.

READ  ભારત અને પાકિસ્તાનની મેચ બાદ ભારત માટે આવ્યા આ ખરાબ સમાચાર!

ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ડે 20 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 1959 માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ બાળ અધિકારોની જાહેરાત કરી હતી. બાળ અધિકારોને ચાર અલગ-અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. જીવન જીવવાનો અધિકાર, સંરક્ષણનો અધિકાર, સહભાગિતાનો અધિકાર અને વિકાસનો અધિકાર. જો કે ઘણા દેશો એવા પણ છે કે જ્યાં 20 નવેમ્બરની જગ્યાએ અન્ય દિવસોએ બાળ દિવસ મનાવવામાં આવે છે.

READ  હિન્દુ દેવી દેવતા,પૈગબંર મોહમ્મદને લઈ એક મુસ્લિમ છોકરીની ટ્વિટર પર થઈ એક ભારતીય છોકરા સાથે મગજમારી, સાઉદી અરેબિયાએ તે છોકરાને 10 વર્ષ માટે જેલમાં નાખ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘણા દેશોમાં 1 જૂનના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. તો ચીનમાં 4 એપ્રીલ, પાકિસ્તાનમાં 1 જુલાઈ, અમેરિકામાં જૂનના બીજા રવિવારના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. આ સિવાય બ્રિટનમાં 30 ઓગસ્ટ, જાપાનમાં 5 મે, પશ્ચિમી જર્મનીમાં 20 સપ્ટેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે.

 

Top News Headlines Of This Hour : 29-01-2020 | Tv9GujaratiNews

FB Comments