બોલીવુડ અભિનેતાએ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને કર્યો સવાલ, રિષભ પંતને વિશ્વ કપ માટેની ટીમમાં સ્થાન કેમ નહીં જ્યારે તમે ત્યાં છો તો?

IPL 2019માં રિષભ પંતે એક દમદાર પ્રદર્શન કર્યું છે. બુધવારના રોજ ઋષભ પંતે 21 બોલમાં જોરદાર રમત રમીને 49 રન બનાવ્યા હતા.

રિષભ પંત જે રીતે સારુ પ્રદર્શન કરી રહો છે તેના લીધે હવે તેમના પક્ષમાં સવાલો પણ ઉઠી રહ્યાં છે. રિષભ પંતને ભારતની ટીમ જે વિશ્વ કપ માટે બનાવવામાં આવી તેમાં કેમ સ્થાન આપવામાં આવ્યું તેને લઈને પણ પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.

 

READ  અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા ફસાયો મુસાફર અને ભગવાન બનીને આવ્યો RPF જવાન, જુઓ VIDEO

જાણીતા અભિનેતા ઋષિ કપૂરે રિષભ પંતના પર્ફોર્મન્સના આધારે એવો સવાલ ઉઠાવી દીધો છે કે શા માટે વિશ્વ કપમાં રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું નથી. અભિનેતા ઋષિ કપૂરે રિષભ પંતના સારા પ્રદર્શન બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને સવાલ કર્યો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે રિષભ પંત વિશ્વ કપમાં ભારતીય ટીમનો હિસ્સો કેમ નહીં? રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી જણાવો?

આ પણ વાંચો: ગુજરાતના એક ગામના લોકોએ બચાવી વરરાજાની અનોખી રીતથી ‘ઈજ્જત’

આઈપીએલના 12માં સંસ્કરણમાં શરુઆતમાં તો રિષભ પંતે કોઈ શાનદાર પ્રદર્શન કર્યું નહીં પણ છેલ્લે તેમણે ધૂમ મચાવી દીધી છે. રિષભ પંતે 15 મેચમાં 450 રન ફટકાર્યા છે. પંતના આ શાનદાર ફોર્મ બાદ ફરીથી દિનેશ કાર્તિકની વિશ્વ કપમાં પસંદગીને લઈને સવાલો ઉભા થયા છે. સિલેક્ટર્સ કમિટિએ રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકની પસંદગી કેમ  કરી તેને દબાવવા રિઝર્વ પ્લેયરનું બહાનું ધરી દીધું હતું. બોલીવુડના અભિનેતા ઋષિ કપૂરે ટ્વિટ કરીને સવાલ પુછતા ફરીથી આ ઘટના તાજી બની છે.

READ  શું ધોની હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે? આ પ્રશ્નનો કોહલીએ આપ્યો જવાબ

 

One more tested positive for Coronavirus in Surat | Tv9GujaratiNews

FB Comments