આ ચીભડાંની કિંંમત જાણીને તમે કહેશો કે ના હોય, આટલા રુપિયામાં કોઈપણ ના ખરીદે!

ફળ ખરીદવા જઈએ અને કોઈ આપણને કહે આ ફળની કિંમત તો લાખ રુપિયા છે તો તમે શું કરો? આ વાત સાચી છે કારણ કે જાપાનમાં એક ચીભડાંને લાખો રુપિયામાં વેચવામાં આવ્યું છે.

જાપાનમાં યુબારીમાં બે ચીભડાંની બોલી લગાવવવામાં આવી હતી અને તમે અંદાજો ન લગાવી શકો તેમ આ ચીભડાંને 31 લાખ 69 હજાર 770 રુપિયામાં ખરીદવામાં આવ્યું છે. ચીભડાંની આ ખાસ પ્રજાતિને કેંટાલૂપ કહેવામાં આવે છે. યુબારીના થોક બજારમાં 1 હજાર ચીભડાંની બોલી લાગી હતી અને જેમાંથી એક ચીભડાંની જોડી પસંદ કરવામાં આવી છે. આ ચીભડાંઓને લોકો જોઈ શકે તે માટે પ્રદર્શનમાં પણ રાખવામાં આવ્યા હતા.

READ  અરવલ્લી: ખેતીને કોરોનાનું ગ્રહણ, ખેડૂતોને તડબૂચની ખેતીમાં મોટાપાયે નુકસાન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને PM મોદીની મુલાકાત ફોટો શેર, પ્રણવ દાએ કઈ વાનગી મોદીને ખવડાવી ?

 

જાપાનમાં ખાસ કરીને મે મહિનામાં આ ફળની બોલી લગાવવામાં આવે છે અને કેંટાલૂપ આ ચીભડાંની પ્રજાતિ ખાસ કરીને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોવાથી લોકો મોટીમસ રકમ આપીને તેને ખરીદી લે છે. આ ફળને ખાવું તે પણ ત્યાં એક સ્ટેટસ માનવામાં આવે છે. જો તમે અમીર હો તો જ આ ફળને ખાઈ શકો છો કારણ કે લાખો રુપિયા તમારે આ ચીભડાં માટે ચૂકવવા પડે છે.

READ  VIDEO: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ભરૂચના 78 ગામના ખેડૂતોમાં આક્રોશ, જમીનના ઓછા ભાવ મળતા નારાજગી

આ પ્રજાતિ રોમમાંથી આવી હોય તેવું માનવામાં આવે છે. આ ચીભડાના 100 ગ્રામ હિસ્સામાં 34 કેલોરી હોય છે અને વિટામીન સી, એ અને બીની અધિક માત્રા પણ હોય છે. આ ઉપરાંત ફાયબર, પોટેશિયમ, કોપર અને ઓમેગા-3ની આપૂર્તિ આ ચીભડાં દ્વારા થઈ શકે. કેંટાલૂપ ખાસ કરીને ફેફસાની બિમારીઓથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે વજન ઘટાડવા, કેંસર માટે લડવામાં ઉપયોગી થાય છે. આ ફળને પાકવામાં 100 દિવસ જેટલો સમય લાગે છે.

READ  ડોનાલ્ડ ટ્રમ્પના વાર્ષિક પગાર કરતા પણ ચાર ગણું મોંઘું છે આ પ્રાણી ! તેની કિંમત અને ખાસિયત જાણી ચોંકી જશો

 

 

ખાસ કરીને ગરમીથી બચાવીને આ ચીભડાની પ્રજાતિની ખેતી કરવામાં આવે છે અને તેની પર વિશેષ પ્રકારનું કાપડ પણ ઢાંકવામાં આવે છે. જો વધારે તાપમાન હોય તો આ ચીભડું વધારે વિકસીત થઈ શકતું નથી. આથી તેની વિશેષ કાળજી લેવામાં આવે છે.

 

Oops, something went wrong.
FB Comments