એક સમયે આંખમાં કણાની જેમ ખૂંચતા પોલીસ ઑફિસર કેવી રીતે બની ગયા મમતા બેનર્જીના મનપસંદ ઑફિસર

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારને ચિટફંડ ઘોટાલા મામલામાં સીબીઆઈ સામે પૂછુપરછ માટે હાજર થવું પડશે. આ પૂછપરછ શિલૉન્ગમાં સીબીઆઈની સ્થાનિક ઓફિસમાં થશે.

આ દરમિયાન કોલકાતા હાઈકોર્ટે તેમનાથી જોડાયેલી સુનવણીને આગામી ગુરૂવાર સુધી સ્થગિત કરી દીધી છે. આઠ વર્ષ પહેલા મુખ્યમંત્રી મમતા તેમને પસંદ નહોતા કરતા પરંતુ હવે તેઓ મમતાના મનપસંદ ઓફિસર છે.

કોણ છે રાજીવકુમાર?

રાજીવકુમાર બંગાળના 1989 બેચના આઈપીએસ અધિકારી છે. આ સમયે કોલકાતા પોલીસ કમિશ્નર છે. તેમને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદોસીના રહેનારા છે.

તેમના પિતા આનંદકુમાર ચંદોી એસએમ કોલેજમાં પ્રોફેસર હતા. રાજીવકુમારે આ જ કોલેજથી ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું છે. તેઓ યૂપી કેડરના આઈપીએસ અધિકારી છે. પરંતુ હાલ ઘણાં વર્ષોથી બંગાળમાં પોસ્ટેડ છે. તેમની પત્ની આઈઆરએસ ઓફિસર છે. તેમણે પોતે પીએચડી પણ કરેલું છે અને કૉલમ પણ લખે છે.

ફિટનેસ પર રાખે છે ખાસ ધ્યાન

રાજીવકુમારને ફિટનેસ ફ્રિક કહેવામાં આવે છે. તેમણે પોતાની ચેમ્બરમાં પણ ફિટનેસના સાધનો વસાવ્યા છે.  જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ વર્કઆઉટ કરે છે. વચ્ચે બ્રેકના સમયમાં પુશઅપ્સ કરવાનો આગ્રહ રાખે છે.

READ  મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી પ્રદીપ શર્માનું રાજીનામું, આ પાર્ટીમાં જોડાઈ શકે છે

કેવી રીતે આવ્યા સીબીઆઈના નિશાના પર?

 

શારદા અને રોજવેલ ચિટ ફંડ ઘોટાળા બંગાળના મોટા ઘોટાળાઓ છે. જેમાં ઘણાં વર્ચસ્વશાળી લોકોની સંડોવણી હોવાનો આરોપ લાગતો રહ્યો છે. વર્ષ 2013માં બંગાળની રાજ્ય સરકારે આ મામલે તપાસ માટે એક સ્પેશિયલ તપાસ ટીમ (SIT)નું ગઠન કર્યું હતું જેના હેડ રાજીવકુમાર હતા. પરંતુ સીબીઆઈનો આરોપ છે કે તેમણે આ ઘોટાળાના તમામ પુરાવાઓ નાશ કરી દીધા છે.

કેમ લાગી રહ્યાં છે રાજીવકુમાર પર આરોપ?

કહેવાઈ રહ્યું છે કે આ ઘોટાળાથી જોડાયેલી કેટલીક મહત્ત્વની ફાઈલો અને કાગળિયાઓ ગાયબ છે. સીબીઆઈને લાગે છે કે આની પાછળ રાજીવકુમારનો હાથ છે.

પહેલા મમતા તેમને કેમ નાપસંદ કરતા?

20 મે, 2011માં જ્યારે મમતા બેનર્જીએ બંગાળની મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા ત્યારે તેઓ રાજીવકુમાર પર જરા પણ વિશ્વાસ નહોતા કરતા. રાજીવકુમારને લઈને મમતા પાસે જે રિપોર્ટ હતો તેના કારણે તે મમતાના એ ઓફિસર્સના લિસ્ટમાં હતા જેને તે નાપસંદ કરતા. સત્તા પર આવ્યા પહેલા તેઓ રાજીવકુમાર પર વિપક્ષી નેતાઓની જાસૂસી કરવાનો આરોપ લગાવી ચૂક્યા હતા. એ સમયે મમતા રાજીવકુમારની બદલી કોઈ મહત્ત્વ ન ધરાવતી પોસ્ટ પર કરવા માગતી હતી પરંતુ અધિકારીઓએ એમ ન કરવાની સલાહ આપી.

READ  શું લાલકૃષ્ણ અડવાણીએ મૌન ધારણ કરી લીધું છે? સંસદમાં છેલ્લા 5 વર્ષોમાં બોલ્યા એટલા જ શબ્દો જેટલા બીજા ધોરણનો વિદ્યાર્થી ગાય પર એક નિબંધ લખે

કેવી રીતે બની ગયા મમતાના મનપસંદ ઓફિસર?

છેલ્લા 8 વર્ષોમાં રાજીવકુમાર મમતાના વિશ્વાસ પર ખરા ઉતર્યા છે. તેમને જે કામ અપાયું તે કામ એવી રીતે પાર પાડ્યું કે મમતાની નજરોમાં તે ઉપર ઉઠતા ગયા. તેમણે રાજીવકુમારને વિઝનરી ઓફિસરનું બિરૂદ આપ્યું જે આઝુનિક રીતે પોલીસને તૈયાર કરતા હોવાનું મનાય છે.

મમતા રાજીવકુમારની સલાહ માને છે. રાજુવકુમારે એક મોટા પોલીસ ઓફિસર તરીકે કોલકાતા પોલીસને પણ બદલી છે. અને એટલે જ જ્યારે સીબીઆઈ કોલકાતામાં રાજીવકુમારને પકડવા આવી ત્યારે તેમણે ન માત્ર તેને મોટો મુદ્દો બનાવ્યો પરંતુ તે ધરણા પર પણ બેસી ગયા.

READ  સતત વરસાદથી ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિ, મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન

કયા મોટા મામલામાં મેળવી તેમણે સફળતા?

રાજીવકુમારનું નામ ઘણાં મોટા મામલાઓનો હલ લાવવામાં સામેલ છે. એસએસપી (સીઆઈડી)ના રૂપમાં વર્ષ 2001માં તે ખાદિમ અપહરણ મામલામાં સફળ રહ્યાં. વર્ષ 2002માં તેમણે આઈએસઆઈએસ અટેકની તપાસ કરી. તેમણે કોલકાતામાં આતંકવાદીઓ તેમજ માઓવાદીઓની ધરપકડ અને તપાસ માટે એક એસટીએફનું પણ ગઠન કર્યું.

રાજીવકુમારના સહયોગીઓનું શું માનવું છે?

સામાન્ય રીતે બંગાળના પોલીસ ઓફિસર્સ તેમના વખાણ ધરાવતા જ જોવા મળશે. તેમનું કહેવું છે કે રાજીવકુમાર પોતાને અપગ્રેડ કરતા રહે છે. ક્યારેય ફ્રી નથી બેસતા. તેઓ સતત કામ કરતા રહે છે અને પોતાના સહયોગીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટે પ્રેરણા આપતા રહે છે. લોકો તેમને ટૅકસેવી અને એક સક્ષમ અધિકારી માને છે.

[yop_poll id=1239]

Oops, something went wrong.

FB Comments