કેમ માર્ક ઝુકરબર્ગના સુરક્ષા ખર્ચ પાછળ વધારો કરવામાં આવ્યો?

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને કેટલી મજબૂત સુરક્ષા મળી છે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ગયા વર્ષે કંપનીએ તેમની સુરક્ષા પાછળ લગભગ 2 કરોડ ડોલર (138 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે.

માર્ક ઝુકરબર્ગની સુરક્ષામાં 2016માં જે ખર્ચ કરવામાં આવ્યો હતો તેના કરતા 4 ઘણો વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. 2017માં માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પાછળ 2.52 કરોડ ડૉલર (174 કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યા હતા.

 

અમેરિકાની સિક્યુરીટી એક્સચેન્જ કમિશન(SEC)માં ફેસબુકે જણાવ્યું કે કંપનીએ ખાનગી વિમાન પર કુલ 26 લાખ ડૉલર ખર્ચ કર્યા છે, જે ગયા વર્ષે ખર્ચ થયેલી રકમથી 15 લાખ ડૉલર વધારે છે.

ફેસબુક પર ડેટા ચોરી અને ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાના આરોપ પછી માર્ક ઝુકરર્બગની સુરક્ષાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ માર્ક ઝુકરર્બગ ફેસબુકના સંસ્થાપક, CEO,ચેરમેન અને કંટ્રોલિંગ શેરહોલ્ડર છે, તેથી તેમના સુરક્ષા ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે.

 

Monsoon 2019: Gujarat likely to receive heavy rain showers from July 28, predicts MeT Dept| TV9News

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે કલોલ ખાતે કરશે ‘શાહી રોડ શો’

Read Next

કરણ જોહરની આગામી ફિલ્મ ‘Student of the Year 2’ માં આ હોલિવુડ અભિનેતા નજરે પડી શકે

WhatsApp પર સમાચાર