પાકિસ્તાનમાં જન્મેલા આ વ્યક્તિને કેમ મહેન્દ્રસિંહ ધોની મોકલે છે મેચની ટિકીટ?

મહેન્દ્ર સિંહ ધોની (M S Dhoni) અને કરાચીમાં જન્મેલા મોહમ્મદ બશીરની(Mohammad Bashir) વચ્ચેનો સંબંધ ભારત-પાકિસ્તાન 2011ના વિશ્વ કપ સેમીફાઈનલ દરમિયાન શરૂ થયો હતો અને ત્યારથી આ સંબંધ મજબૂત ચાલી રહ્યો છે.

આ સંબંધ એવો છે કે બશીર મેચ ટિકિટ ના હોવા છતાં પણ રવિવારે યોજાનારી ભારત-પાકિસ્તાનની મેચ માટે શિકાગોથી માનચેસ્ટર (લગભગ 6 હજાર કિલોમીટર) પહોંચી ગયા છે. તે જાણતા હતા કે ધોની સુનિશ્ચિત કરશે કે તે ઓલ્ડ ટ્રેફર્ડ (Old Trafford) પર મેચ જોઈ શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 ગુજરાતી શ્રદ્ધાળુના મોત, હવાઈ માર્ગે મૃતદેહ વડોદરા પહોંચશે

આ 63 વર્ષીય પ્રશંસકની શિકાગોમાં એક રેસ્ટોરન્ટ છે અને તેમની પાસે અમેરિકાનો પાસપોર્ટ છે. તેમને કહ્યું કે લોકો એક ટિકીટ માટે 800 થી 900 પાઉન્ડ સુધીનો ખર્ચ કર્યો છે. શિકાગોથી આવવા માટે પણ તેટલો જ ખર્ચો થાય છે. તેમને ધોનીનો આભાર માન્યો કારણ કે તેમને મેચ ટિકીટ માટે કોઈ મુશ્કેલી ના પડી.

READ  આ બેંકની ગ્રાહકો માટે ખાસ ઓફર! વર્ષ દરમિયાન 50 લીટર પેટ્રોલ-ડીઝલ મળશે મફત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ધોનીનો સાથી ખેલાડીઓ પણ ક્યારેક સંપર્ક કરી શકતા નથી પણ તેમને ક્યારેય બશીરને નિરાશ કર્યો નથી. બશીરે કહ્યું કે હું ધોનીને ફોન નથી કરતો કારણ કે તે એટલા વ્યસ્ત રહે છે. તેમને કહ્યું કે હું સંદેશા દ્વારા તેમના સંપર્કમાં રહુ છે. હું માનચેસ્ટર આવ્યો તે પહેલા જ ધોનીએ મને ટિકીટ માટે ખાતરી આપી હતી. તે ખુબ જ સારા વ્યક્તિ છે.

READ  જો તમારો એન્ડ્રોઈડ ફોન ખોવાઈ જાય તો તરત જ કરો આ કામ, ફોનનું લોકેશન ખબર પડી જશે પળવારમાં

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું ધૂમ વેચાણ, એક ટિકિટનો ભાવ આટલા રુપિયા બોલાઈ રહ્યો છે

 

Oops, something went wrong.
FB Comments