કેમ અંબાણી પરિવારે લાડકી પુત્રીના લગ્ન માટે આજનો એટલે કે 12 ડિસેમ્બરનો દિવસ જ પસંદ કર્યો ?

દેશના સૌથી ધનિક પરિવાર મુકેશ અંબાણીના ઘરે આજે લગ્ન પ્રસંગ છે. ત્યારે દેશ અને દુનિયામાંથી પ્રખ્યાત લોકો આજે અંબાણીના મુંબઈ સ્થિત નિવાસ્થાન પર પહોંચી રહ્યા છે. ત્યારે તમને એક સવાલ ચોક્કસ થશે કે શા માટે મુકેશ અંબાણીએ પુત્રી ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે કરાવવા માટે આજનો જ દિવસ જ પસંદ કર્યો ?

READ  ભારત સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં માત્ર ચીન જ નહીં પરંતુ આ દેશો પણ પાકિસ્તાનના મિત્ર બનીને ભારત પર કરી શકે છે હુમલો

કેમ પસંદ કરવામાં આવ્યો આજનો દિવસ ? 

આજે 12 ડિસેમ્બર છે. અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજનો દિવસ લગ્ન માટે ઘણો જ શુભ માનવામાં આવે છે. જેથી અંબાણી પરિવાર પણ પોતાની પુત્રીને આજના શુભ દિવસે જ લગ્ન કરાવવા માંગે છે.

શું છે આજની તારીખમાં ખાસ? 

આજે માગસર સુદ પાંચમ છે, જેને ખૂબ જ શુભ મુહર્ત ગણવામાં આવે છે. આજની જ તિથિ પર ભગવાન રામ અને સીતા માતાના લગ્ન પણ થયા હતા. જેથી આજના દિવસે કોઈ પણ મુહૂર્ત વગર લગ્ન કરી શકાય તેવું માનવામાં આવે છે.

READ  દેશના સૌથી ધનવાન દંપતિ મુકેશ અને નીતા અંબાણીની 32 વર્ષ પહેલાની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય, જુઓ આ PHOTOS

 આ પણ વાંચો : હવે ભાજપમાં ગૃહયુદ્ધ: શું 2019માં યોગી અને મોદી જ આવશે એકબીજાની સામસામે ?

જેથી આજે કોઈ પણ શહેર કે ગામ એવું ન હશે જ્યાં લગ્ન રાખવામાં આવ્યા ન હોય. આજના દિવસે જ કોમેડિયન કપિલ શર્મા અને ગિન્નીના પણ લગ્ન થશે. તેમજ દેશભરમાં મોટી સંખ્યમાં લગ્ન યોજાઈ રહ્યા છે.

FB Comments