ખાલી ફટાકડા પર જ પ્રતિબંધ કેમ, જ્યારે વાહનોથી તો વધારે પ્રદુષણ થાય છે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ લગાવવા પર કહ્યું કે ખાલી ફટાકડાથી જ પ્રદુષણ નથી થતું. કોર્ટે ફટાકડાથી થતું પ્રદુષણ સંબંધી અરજી પર સુનાવણી કરતા કહ્યું કે ફટાકડા જ પ્રદુષણનું એક માત્ર કારણ નથી. બીજા ઘણાં કારણો જવાબદાર છે.

ગાડી અને ઓટોમોબાઈલ્સ વધારે પ્રમાણમાં વાતાવરણને પ્રદુષિત કરે છે. કોર્ટ આગામી 3 એપ્રિલે આ બાબતે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકો ફટાકડા પર પ્રતિબંધ લગાવવાની માગ કેમ કરે છે. જ્યારે ઓટોમોબાઈલ્સ તેનાથી વધારે પ્રદુષણ કરે છે. કેન્દ્ર સરકારે કહ્યું કે ફટાકડા બનાવવા માટે વપરાતા બેરિયમનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ લગાવાયો છે. ગ્રીન ફટાકડાનો ફોર્મ્યુલા હજી નક્કી કરવાનો બાકી છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે તે ફટાકડા અને ઓટોમોબાઈલ્સ દ્વારા થતા પ્રદુષણ પર એક રિપોર્ટ કોર્ટમાં પ્રસ્તુત કરે. રિપોર્ટમાં વિચાક કરવામાં આવે કે લોકો ઓટોમોબાઈલ્સથી થતા પ્રદુષણને જાણતા હોવા છતાં કેમ ફટાકડા પ્રતિબંધ કરવાની માગ કરે છે. જ્યારે ઓટોમોબાઈલ્સ વધારે પ્રદુષણ ફેલાવે છે. ગયા વર્ષે દિવાળી પર ફટાકડા બાબતે સુપ્રીમ કોર્ટે ઘણા પ્રતિબંધ લગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે આદેશ આપ્યો હતો કે લાઈસન્સ ધરાવતા ટ્રેડર્સ જ ફટાકડાનું વેચાણ કરી શકે છે.

Ahmedabad: Elderly man died after being ran over by car near Pakwan cross roads, driver absconded

FB Comments

TV9 Webdesk 9

Read Previous

હિંમતનગરનો યુવાન હવે સંસાર છોડીને સંયમના માર્ગે જશે, દીક્ષા અંગીકાર પહેલા નીકળી વર્સીદાન શોભાયાત્રા

Read Next

સુરતમાં RTI કાર્યકર્તાએ મહિલા ડૉક્ટર પાસે 5 લાખ રુપિયાની ખંડણી માગી, પોલીસે મોબાઈલ ફોનના આધારે આરોપીને ઝડપી લીધા

WhatsApp પર સમાચાર