પાકિસ્તાને 32 વર્ષ બાદ આતંકીઓના કેમ્પ પર કરી આ કાર્યવાહી, 12 જેટલા આતંકી અડ્ડાઓ પર તાળા મારી દેવાયા

શું પાકિસ્તાન ડરી રહ્યો છે તે વાત સાચી છે. પાકિસ્તાને પહેલી વખત આ કામ કર્યું છે. પાકિસ્તાન પાસે વિદેશી હુડિયામણ નહિ બરાબર છે. અને પાકિસ્તાનને એવા દેશોની યાદીમાં નાખી દીધો છે જે આતંકીઓની મદદ કરે છે. જેને લઈને કોઈ દેશ આ પ્રકારના દેશની મદદ નથી કરતું. આ કારણે જ પાકિસ્તાને 2 દિવસ અગાઉ 32 વર્ષ બાદ આતંકીઓના કેમ્પ પર તાળા મારી દીધા છે. કાશ્મીરના જાણીતા મીડિયામાં 20 મેના દિવસે એક સમાચાર જાહેર થયા હતા. જેમાં પાકિસ્તાનની કેમ્પ પર તાળા લાગ્યાની વાતનો ઉલ્લેખ છે.  માહિતી પ્રમાણે પાકિસ્તાને યુનાઈટેડ ઝિહાદી કાઉન્સીલ સાથે જોડાયેલા 12 જેટલા સંગઠનોની ઓફિસને બંધ કરી દીધી છે. આ આતંકી સંગઠનોને ચલાવા કાં તો પાકિસ્તાન તેને આર્થીક મદદ આપી રહ્યું હતું અથવા આ સંગઠનો બહારથી રૂપિયાની મદદ લઈને પોતાને ચલાવતા હતા.

પુલવામા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એર સ્ટ્રાઈક કરી હતી. અને પાકિસ્તાનના આત્મવિશ્વાસને હલાવી દીધો હતો. આ તમામ કાર્યવાહીથી પાકિસ્તાન સમજી ગયું હતું કે ભારત કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃતીને સહન કરી શકે નહીં.

Garbage collection van captured disposing trash at public place, VMC slapped fine of Rs. 1 lakh

FB Comments

Shyam Maru

Read Previous

રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજદારોની અરજી, કોર્ટને ખોટી માહિતી આપનાર અધિકારી વિરુદ્ધ થવી જોઈએ આ કાર્યવાહી

Read Next

બ્રિટેન સરકારે ભારતીય મુસાફરોને આપી આ ખૂશ ખબર, એરપોર્ટ પર ઉતરીને લાઈનમાં ઉભું રહેવાની જરૂર નહીં પડે

WhatsApp પર સમાચાર