જાણો કેમ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ઈરાનમાં આપેલા એક નિવેદનને લઈને તેઓ ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યાં છે.

તેમને નિવેદન આપ્યું હતુ કે જર્મની અને જાપાને બીજા વિશ્વ યુધ્ધ પછી તેમના આર્થિક સંબંધોમાં સુધારો કર્યો અને તેમની સીમા પર સંયૂક્ત ઉદ્યોગોને પણ વધારો કર્યો છે. જાપાન અને જર્મનીની સીમા વચ્ચે લગભગ 5 હજાર માઈલથી વધારેનું અંતર છે. પાકિસ્તાનના વડાપ્રધાન જર્મની અને ફ્રાંસની વાત કરી રહ્યાં હતા પણ ફ્રાંસની જગ્યાએ તેમને ભૂલથી જાપાનનું નામ લીધુ હતુ.

 

READ  સાવધાન ! ક્યારે પણ તમને આવી શકે છે આતંકીઓના ભારતીય નંબરથી ફોન, વૉટસએપ ગ્રુપ બનાવવાના બદલામાં લાખો રૂપિયા કમાવવાની અપાશે લાલચ

ઈમરાન ખાને કહ્યું કે તમે એક બીજાની સાથે જેટલો વેપાર કરો છે, તેટલુ જ બંને દેશોની વચ્ચે સંબંધ વધે છે. તેમને કહ્યું કે બીજા વિશ્વ યુધ્ધ પછી જર્મની અને જાપાનના નિર્દોષ લોકોએ તેમનું જીવન ગુમાવ્યુ હતું પણ તેના થોડા વર્ષો પછી બંને દેશોએ બોર્ડર પર સંયૂક્ત વેપાર કરવાનો નિર્ણય કર્યો.

READ  પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું 'ભાજપની સરકાર આવશે તો શાંતિ મંત્રણા માટે સારૂ, કાશ્મીર મુદ્દે પણ ઉકેલ શક્ય'

ઈમરાન ખાનના આ નિવેદનનો વીડિયો સૈયદ તલત હુસૈને ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઈમરાન ખાને કહ્યું કે જર્મની અને જાપાનની સીમા એક બીજા સાથે મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા લોકોએ ઈમરાન ખાનને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ છે.

READ  બે નપાવટ એક સાથે, રસાયણિક હથિયારો સાથે ભારતમાં તબાહી મચાવવા ચીન અને પાકિસ્તાન એક થયા,બંને દેશ સાથે મળીને કરશે રિસર્ચ

 

Oops, something went wrong.
FB Comments