ડઝન જેટલા વરિષ્ઠ નેતાઓને નજર અંદાજ કરીને મોદીએ કેવી રીતે બનાવી દીધા ઓમ બિરલા જેવા નવા સાંસદને લોકસભાના અધ્યક્ષ, જાણો બિરલાની રાજકીય સફર

રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલાની લોકસભાના નવા સ્પીકર તરીકે નિમણુક કરવામાં આવી છે. ઓમ બિરલાનું નામ પહેલા રાજનીતિમાં ક્યારેય પણ ચર્ચામાં રહ્યું નથી. લોકસભા અધ્યક્ષ તરીકે ઓમ બિરલાને જાહેર કરીને વડાપ્રધાન મોદી અને અમિત શાહે બધાને ચોંકાવી દીધા છે.

માત્ર 2 વખત સાંસદ રહેલા ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષ બનાવીને ભાજપે સંદેશ આપ્યો કે મુખ્ય પદ માટે માત્ર અનુભવ જ નહી પણ અન્ય સમીકરણ પણ જરૂરી છે. વડાપ્રધાન મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકમાં જ્યારે ગુણવત્તા અને તત્પરતા પર સૌથી વધુ ફોકસ કરવાની વાત કહી હતી. ત્યારે આ સંદેશ આપ્યો હતો કે વરિષ્ઠતા જ જવાબદારી આપવા માટેનું એક માત્ર કારણ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2 વખત સાંસદ રહેલા ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષ બનાવવા પાછળનું કારણ લોકો શોધી રહ્યાં છે. ઓમ બિરલાના ઓછા અનુભવ પર સવાલ પર કહેવામાં આવી રહ્યું છે કે તે રાજસ્થાનમાં સંસદીય સચિવ રહ્યા છે. 2014માં ઘણી સંસદીય સમિતિઓમાં રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તે સિવાય તેમની વ્યવસ્થાપન ક્ષમતા પણ સારી છે. મોટા નેતાઓની સાથે સારા સંબંધો પણ છે. આ બધા જ કારણોથી લોકસભા અધ્યક્ષ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો. તેમના સંબંધ વસુંધરા રાજ સાથે વધારે સારા નથી માનવામાં આવતા.

રાજકીય સફરની વાત કરવામાં આવે તો 3 ડિસેમ્બર 1962ના રોજ જન્મેલા ઓમ બિરલા 2014માં 16મી લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત સાંસદ બન્યા પછી 2019ની લોકસભા ચૂંટણીમાં તે બીજી વખત તે સીટ પરથી જ સાંસદ બન્યા. તે પહેલા 2003, 2008 અને 2013માં કોટાના ધારાસભ્ય બન્યા. આ પ્રકારે કુલ 3 વખત ધારાસભ્ય અને 2 વખત સાંસદ રહી ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2014ની લોકસભામાં ઓમ બિરલાને ઘણી સમિતિઓમાં જગ્યા મળી હતી. તેમને અરજી સમિતી, ઉર્જા સંબંધી સ્થાયી સમિતી, સલાહકાર સમિતીના સભ્ય બનાવવામાં આવ્યા હતા. ઓમ બિરલા સહકારી સમિતીઓની ચૂંટણીમાં પણ રસ રાખે છે. 1992થી 1995ની વચ્ચે તે રાષ્ટ્રીય સહકારી સંઘ લિમીટેડના ઉપાધ્યક્ષ રહ્યા. તેમના પરિવારની વાત કરવામાં આવે તો પત્ની અમિતા બિરલા ડોક્ટર છે. તેમના પિતાનું નામ શ્રીકૃષ્ણ બિરલા અને માતાનું નામ શકુંતલા દેવી છે. તેમને 2 પુત્ર અને 2 પુત્રીઓ છે.

આ પણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર લાગશે પ્રતિબંધ? પાકિસ્તાનીઓ જાતે જ બન્યા પાક. ટીમના દુશ્મન, પાકિસ્તાનની ટીમમાં હાલત ખરાબ

રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ પણ રહ્યા. તે દરમિયાન તેમને ગંભીર રોગોના શિકાર બનેલા લોકોની સારવાર માટે 50 લાખ રૂપિયા નાણાકીય સહાય કરી હતી. ઓગસ્ટ 2014માં પૂર પીડિતો માટે કામ કર્યુ. 2006માં ઓમ બિરલા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે સ્વતંત્રતા દિવસની પર આઝાદીના સ્વર નામના કાર્યક્રમમાં 15 હજારથી વધુ અધિકારીઓને સન્માનિત કર્યા. આ સમારોહ કોટા અને બૂંદીમાં આયોજિત થયો હતો.

 

Banaskantha: Palanpur and Amirgadh receive rainfall after long dry spell|TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ગુજરાત ફરી બન્યું ચૂંટણીનો અખાડો, કોંગ્રેસ અને ચૂંટણી પંચ આવ્યા સામ-સામે, રાજ્યસભાની ચૂંટણીની તારીખને લઈને વિવાદ

Read Next

Video: હાર્દિક પંડ્યાથી લઈને કે.એલ. રાહુલને B અને C કેટેગરીમાં કયાં ખેલાડીને મળે છે કેટલો પગાર?

WhatsApp પર સમાચાર