જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ઝડપી કાર્યવાહી, પણ PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસમાં પોલીસના હાથ હજી ખાલી કેમ ?

PSI દેવેન્દ્ર સિંહ આપઘાત કેસમાં પરિવાર લડી લેવાના મૂળમાં. ન્યાય નહિ મળે ત્યાં સુધી શાંત નહિ બેસીએ.

બહુ ચર્ચિત PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસને 12 દિવસ ઉપર સમય વીતી ગયો છે. જે કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. ના થઈ કોઈની અટકાયત કે ન થઈ કોઈની ધરપકડ. મૃતકનો પરિવાર પોલીસ તંત્ર અને સરકાર પાસે ન્યાયની આશ લઈને બેઠા છે.

જોકે 12 દિવસ ઉપર સમય થયો હોવા છતાં અને ક્રાઈમ બ્રાન્ચમાં SIT ની તપાસ માટે રચના થઈ હોવા છતાં કોઈ નકકર કામગીરી ન થતા મૃતક ના પરિવારે પોલીસ તંત્ર અને સરકાર પર આક્ષેપ કર્યા છે.

READ  VIDEO: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મહાચુકાદોઃ જુઓ અયોધ્યામાં કેવો છે માહોલ

PSIના પરિવારની મુલાકાતે કરણી સેના
PSIના પરિવારની મુલાકાતે કરણી સેના

મૃતક દેવેન્દ્રસિંહના પિતાનો આક્ષેપ છે કે તેમના પુત્રની ઘટના બાદ જયંતિ ભાનુશાળીની ઘટના બને છે. જે કેસમાં સરકાર અને પોલીસ આરોપીઓને ચાર દિવસમાં પકડી લાવે છે તો અમારા કેસમાં કેમ ઢીલું થઈ રહ્યું છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

તો આ તરફ ઘટનાને 12 દિવસ ઉપર સમય વિત્યો હોવા છતાં પણ કોઈ નેતા મુલાકાત ન આવતા પરિવારના થોડી નારાજગી જોવા મળી હતી. ત્યારે આજે ભારતના રાજપૂત કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાના અને અન્ય સભ્યોએ દેવેન્દ્રસિંહના પરિવારની મુલાકાત લીધી હતી. જ્યાં મહિપાલસિંહ મકરાનાએ સરકાર જાતિવાદ કરો રહી છે તેવો આક્ષેપ કર્યો હતો. તેમજ જો કોઈ યોગ્ય પગલાં નહિ ભરાય તો આગામી માર્ચ મહિનામાં યોજાનાર રાજપૂત સમાજના સંમેલનમાં ભાજપને બતાવી દઈશું તેવી પણ ચીમકી ઉચ્ચારી.

READ  અમદાવાદમાં વૃદ્ધાની સોનાની માળા તોડી એક્ટિવા સવાર ફરાર, જુઓ LIVE ચોરીનો VIDEO

એટલું જ નહીં પણ રાજપૂત કર્ણી સેનાની મુલાકાત બાદ ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અને રાષ્ટ્રીય અધ્યક્ષે પણ દેવેન્દ્રસિંહના પરિવારની મુલાકાત કરી હતી. અને સમગ્ર કેસની વિગત મેળવી દેવેન્દ્રસિંહના પરિવારને મદદરૂપ થવાની પણ ખાત્રી આપી હતી.

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192