સૈફ અલી ખાન શા માટે ભારત સરકારને ‘પદ્મશ્રી’ પરત કરવા માગતા હતા?

2010માં સૈફ અલી ખાનને દેશના ચોથા ક્રમના સૌથી વધુ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે તેઓ તેને ભારત સરકારને પરત કરવા માંગતા હતા. આ વાત સૈફે અરબાઝ ખાનના ચેટ શો ‘પિંચ બાય અરબાઝ ખાન’ માં આ ખુલાસો કર્યો હતો. શો દરમિયાન સૈફ એક ટ્વીટર યુઝરની ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા, જેમને તેમના પર પદ્મ શ્રી પુરસ્કાર ખરીદવાનો આરોપ લગાવ્યો હતો.

READ  અમદાવાદમાં બીજી વાર મેટ્રો રેલનું કરવામાં આવ્યું ટેસ્ટ રન, જાણો કેટલાં દિવસમાં તમે પણ બેસી શકશો મેટ્રો ટ્રેનમાં

 

આ પણ વાંચો: શું ખરેખર કોંગ્રેસે નીરવ મોદી પાસેથી 98 કરોડ રુપિયાનો ચેક લીધો છે?

સૈફને ટેગ કરીને એક ટ્વિટર યુઝરે લખ્યું હતું,” આ ઠગ, જેમણે પદ્મશ્રી એવોર્ડ ખરીદ્યો, પોતાના પુત્રનું નામ તૈમૂર રાખ્યુ અને રેસ્ટોરન્ટમાં લોકોને માર્યા. તેને ‘સેક્રેડ ગેમ્સ’માં કેવીરીતે ભૂમિકા મળી. તે અભિનય પણ મુશ્કેલીથી કરી શકે છે.”

સૈફે પદ્મશ્રી વિશે કહ્યું ” આ ઈંડસ્ટ્રીમાં ઘણા વરિષ્ઠ અને પ્રતિભાશાળી લોકો છે, જેઓને આ સન્માન મળ્યું નથી. તેથી મેં વિચાર્યું કે મારે આ પુરસ્કાર સ્વીકાર કરવો જોઈએ નહીં. હું એ પરત કરવા માગતો હતો. સ્વીકાર નહોતો કરવા માગતો. પછી મારા પિતાએ કહ્યું – મને નથી લાગતું કે તું ભારત સરકારને ના કહેવાની સ્થિતિમાં છો.”

READ  આ બિઝનેસમેન સામે બોલિવૂડ સુપરસ્ટાર દિલીપકુમારનો સ્ટારડમ પણ થઈ ગયો હતો ફિક્કો, જાણો તેમના જીવનનો ચોંકવાનારો કિસ્સો

 

Malhar Lokmela begins from today in Rajkot, police ensures security arrangements | Tv9GujaratiNews

FB Comments